રાહુલ ગાંધીના જીજાજીને ના મળી ઈંગ્લેન્ડ જવાની પરવાનગી પણ અમેરિકા અને નેધરલેન્ડમાં કરાવી શકશે ગંભીર બીમારીની સારવાર

|

Jun 03, 2019 | 8:39 AM

મની લોન્ડ્રિગ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને કારોબારી રોબર્ટ વાડ્રાના મામલે આજે દિલ્હીની એક કોર્ટમાં સુનાવણી થઈ. રોબર્ટ વાડ્રાએ કોર્ટમાં વિદેશ જવાની પરવાનગી માંગી હતી. કોર્ટે રોબર્ટ વાડ્રાને અમેરિકા અને નેધરલેન્ડ જવાની પરવાનગી આપી છે પણ રોબર્ટ વાડ્રા લંડન જવાની પરવાનગી માંગી રહ્યા હતા તે પરવાનગી મળી નથી. કોર્ટના આદેશ પછી રોબર્ટ વાડ્રા […]

રાહુલ ગાંધીના જીજાજીને ના મળી ઈંગ્લેન્ડ જવાની પરવાનગી પણ અમેરિકા અને નેધરલેન્ડમાં કરાવી શકશે ગંભીર બીમારીની સારવાર

Follow us on

મની લોન્ડ્રિગ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને કારોબારી રોબર્ટ વાડ્રાના મામલે આજે દિલ્હીની એક કોર્ટમાં સુનાવણી થઈ. રોબર્ટ વાડ્રાએ કોર્ટમાં વિદેશ જવાની પરવાનગી માંગી હતી. કોર્ટે રોબર્ટ વાડ્રાને અમેરિકા અને નેધરલેન્ડ જવાની પરવાનગી આપી છે પણ રોબર્ટ વાડ્રા લંડન જવાની પરવાનગી માંગી રહ્યા હતા તે પરવાનગી મળી નથી.

કોર્ટના આદેશ પછી રોબર્ટ વાડ્રા 6 અઠવાડિયા માટે વિદેશ જઈ શકે છે અને આ 6 અઠવાડિયામાં જો કોઈ પ્રકારની લુકઆઉટ નોટિસ જાહેર થશે તો તે લાગૂ નહી થાય. રોબર્ટ વાડ્રાએ તેમની અપીલમાં કહ્યું હતું કે તે બીમાર છે અને આ કારણ છે કે તે સારવાર માટે લંડન જવા ઈચ્છે છે. કોર્ટે પહેલાની સુનાવણી પછી જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વાડ્રાને સમન મોકલ્યું હતું તો તે હાજર થયા નહતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

TV9 Gujarati

 

તેમને મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સામે હાજર થવાનું છે. છેલ્લા સમનમાં તે હાજર થયા નહતા. ત્યારે તેમની પર અનેક સવાલો ઉભા થયા હતા. રોબર્ટ વાડ્રાનો પાસપોર્ટ અત્યારે કોર્ટની પાસે છે. ત્યારે તેમને મેડિકલ સર્ટિફિકેટ દાખલ કરીને કોર્ટ પાસેથી પાસપોર્ટ લેવા માટેની અપીલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ED તરફથી રોબર્ટ વાડ્રાની આ અપીલનો વિરોધ કરવામાં આવ્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે તેમના મોટા આંતરડામાં ટ્યૂમર છે, તેથી તેમને સારવાર માટે લંડન જવુ છે. ઉલ્લેખનીય છે કે રોબર્ટ વાડ્રા આ મામલે જામીન પર બાહર છે. તેમને પરમિશન વગર વિદેશ જવાની અને તપાસ માટે હાજર થવાની શરત પર આ જામીન આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની બેઠક પરથી અમિત શાહના રાજીનામા બાદ ભાજપ આ ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે

રોબર્ટ વાડ્રાની વિરૂધ્ધ દાખલ EDનો મામલો લંડનના 12 બ્રાયનસ્ટન સ્કવોયરમાં 19 લાખ પાઉન્ડ કિંમતની સંપતિની ખરીદીમાં થયેલી મની લોન્ડિંગના આરોપથી જોડાયેલ છે. આ સંપતિ પર રોબર્ટ વાડ્રાનું કથિત રીતે માલિકી હક હોવાનો આરોપ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article