હવે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત CJIને સુરક્ષા, મફત આવાસ સહિતની મળશે આ સુવિધાઓ

|

Aug 27, 2022 | 7:49 PM

કાયદા મંત્રાલયે કહ્યું કે અગાઉ જે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો, તેમાં ફરીથી સુધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થનાર મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ ન્યાયાધીશોને નિવૃત્તિ બાદ વધુ સુવિધાઓ આપી શકાય.

હવે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત CJIને સુરક્ષા, મફત આવાસ સહિતની મળશે આ સુવિધાઓ
supreme court
Image Credit source: File Image

Follow us on

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના (Supreme Court) મુખ્ય ન્યાયાધીશોને નિવૃત્તિ બાદ મળતી સુવિધાઓમાં ફેરફાર કર્યો છે. હવે નિવૃત્ત CGIને ઘરેલુ સહાયક, ડ્રાઈવર અને સચિવ સહાયકની સુવિધાઓ મળશે. શુક્રવારે જાહેર કરાયેલી નવી સૂચના અનુસાર નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશને હવે 24 કલાકની વ્યક્તિગત સુરક્ષા સહિત 24 કલાક ઘરની સુરક્ષા આપવામાં આવશે. તાજેતરમાં નિવૃત્ત ચીફ જસ્ટિસ એનવી રમનાએ ખાસ કરીને સુરક્ષા અને સુવિધાઓને લઈને અનેક નિવેદનો આપ્યા હતા.

કાયદા મંત્રાલયે કહ્યું કે અગાઉ જે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો, તેમાં ફરીથી સુધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થનાર મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ ન્યાયાધીશોને નિવૃત્તિ બાદ વધુ સુવિધાઓ આપી શકાય. આ સુધારાનો લાભ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને CJIને જ મળશે. આ સિવાય જો કોઈ ચીફ જસ્ટિસને ખતરાના કારણે સુરક્ષા કવચ આપવામાં આવ્યું હોય તો તેને સુરક્ષા કવચ ચાલુ રહેશે.

નિવૃત્ત CJIને મળશે ટાઈપ-VII આવાસ

સુધારેલા નિયમો મુજબ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશને તેમની નિવૃત્તિની તારીખથી છ મહિના માટે તેમના સત્તાવાર નિવાસસ્થાન ઉપરાંત ટાઈપ-VII નિવાસસ્થાન પ્રદાન કરવામાં આવશે. ટાઈપ-VII આવાસ સામાન્ય રીતે વર્તમાન સાંસદને આપવામાં આવે છે જે ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે. આ સુવિધા આ મહિનાની શરૂઆતમાં નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશોને આપવામાં આવી હતી. હવે કોઈપણ નિવૃત્ત CGIને તેમની નિવૃત્તિ પછી આજીવન ઘરેલું સહાય અને ડ્રાઈવર પ્રદાન કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે

આ સિવાય નિવૃત્ત CJI અથવા નિવૃત્ત જજને એરપોર્ટ પર ઔપચારિક લાઉન્જની સુવિધા, જેની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી તે ચાલુ રહેશે. સાથે જ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થતા મુખ્ય ન્યાયાધીશોને પણ એરપોર્ટ પર વીઆઈપી લોન્જની સુવિધા આપવામાં આવી છે. નિવૃત્ત CJI અને નિવૃત્ત ન્યાયાધીશ માટે મફતમાં ટેલિફોન સુવિધા, ટેલિફોન કૉલ્સ, મોબાઇલ ડેટા, મોબાઇલ ફોન, બ્રોડબેન્ડ અને ડેટા કાર્ડની રિ-એમ્બર્સમેન્ટ, દર મહિને રૂ. 4,200ની મર્યાદાને આધિન રહેશે.

અગાઉના નિયમો

ઉલ્લેખનીય છે કે આ તમામ સુવિધાઓનો ખર્ચ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ ઓથોરિટી ઉઠાવશે. અત્યાર સુધી નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશોને દર મહિને આ સુવિધાઓ માટે નાણાકીય લાભ આપવામાં આવતો હતો, જેના પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે એક રિટાયર્ડ CJIને દર મહિને 70,000 રૂપિયા અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજને દર મહિને 39,000 રૂપિયા આપવામાં આવતા હતા.

Next Article