રાહત : ભારતમાં અત્યારે નથી આવી રહી કોરોનાની ત્રીજી લહેર, ICMR ના અભ્યાસમાં દાવો

|

Jun 27, 2021 | 8:33 PM

આઈસીએમઆરના અધ્યયનમાં દર્શાવવામાં આવ્યું  છે કે  દેશમાં ત્રીજી લહેર મોડી આવશે. આઈસીએમઆર અને ઇમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ કરેલા અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહિ હોય

રાહત : ભારતમાં અત્યારે નથી આવી રહી કોરોનાની ત્રીજી લહેર, ICMR ના અભ્યાસમાં દાવો
Corona Test ( File image)

Follow us on

કેન્દ્ર સરકારના કોવિડ -19 કાર્યકારી જૂથના વડા એન.કે.અરોરાએ રવિવારે કહ્યું કે દેશમાં Corona ની ત્રીજી લહેર ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. ડો.અરોરાએ જણાવ્યું હતું કે આઈસીએમઆર(ICMR) ના  અધ્યયનમાં દર્શાવવામાં આવ્યું  છે કે  દેશમાં ત્રીજી લહેર મોડી આવશે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે આવું થાય છે ત્યારે દેશને રસીકરણ માટે સમય મળશે. સરકારે દરરોજ રસીના  1 કરોડ ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

સરકાર દરરોજ 1 કરોડ લોકોને રસી આપશે

કેન્દ્રીય પેનલના અધ્યક્ષે કહ્યું કે, “દેશમાં દરેકને રસી આપવા માટે અમારી પાસે 6-8 મહિના છે.” તેમણે એમ પણ કહ્યું કે, આગામી દિવસોમાં, સરકાર દરરોજ 1 કરોડ લોકોને રસી આપશે. તેની સાથે એમ પણ કહ્યું હતું કે ત્રીજી લહેર ડેલ્ટા પ્લસ વેરિયન્ટને કારણે આવશે તે અત્યારે કહી શકાતું નથી. જો કે તેમણે તેનો ઇનકાર પણ કર્યો ન હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લહેર બે કે ત્રણ વસ્તુઓ પર આધારિત છે

કેન્દ્ર સરકારના કોવિડ -19 કાર્યકારી જૂથના વડા એન.,કે.અરોરાએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ” લહેર નવા પ્રકારો અથવા નવા પરિવર્તન સાથે સંકળાયેલી છે, તેથી સંભવ છે એક નવો પ્રકાર છે. પરંતુ તે ત્રીજી લહેર લાવશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. કારણ કે લહેર બે કે ત્રણ વસ્તુઓ પર આધારિત છે.

ત્રીજી લહેર રોકી શકાય?

ડેલ્ટા પ્લસ વેરિયન્ટના વધતા જતા કેસો વચ્ચે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય વધી રહ્યો છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે તેને પણ ટાળી શકાય છે. એવા દેશોમાં જ્યાં 20 ટકાથી વધુ વસ્તીને રસી આપવામાં આવી છે ત્યાં ત્રીજી લહેર આવી નથી. આઈસીએમઆર અને ઇમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ કરેલા અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહિ હોય

કોરોના રસીની સાથે માસ્ક પહેરવું અને બે યાર્ડનું અંતર જાળવવું મહત્વપૂર્ણ

તેમણે વધુમાં કહ્યું કે, જો આ વેરિયન્ટ  ફેલાવો રોકવો હશે તો રસીકરણ વધુ ઝડપી કરવું પડશે. જો કે  તેમણે વધુમાં ઉમેર્યું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ  ત્રીજી લહેરનું  કારણ બનશે તે કહેવું ખૂબ જ વહેલું છે. ડો.અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં હજી પણ કોરોનાની બીજી લહેર  ચાલી રહી છે અને છેલ્લા આઠ-દસ દિવસથી દરરોજ 50 હજાર જેટલા કેસ આવી રહ્યા છે. જો આપણે રસીકરણ ઝડપી બનાવીશું તો ત્રીજી લહેરની સંભાવના ઓછી થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના રસીની સાથે માસ્ક પહેરવું અને બે યાર્ડનું અંતર જાળવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

Published On - 8:30 pm, Sun, 27 June 21

Next Article