CMના ભાણીયાએ એશો આરામ માટે ક્રેડીટ કાર્ડથી 32 કરોડ રૂપિયા ઉડાવ્યા, જાણો CMના ભાણીયાની લાઈફ-સ્ટાઈલ વિશે

EDની ચાર્જશીટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણીયા રતુલ પુરીના બિનહિસાબી ખર્ચનો ખુલાસો થયો છે. EDએ 8 હજાર કરોડના મની લોન્ડ્રિંગ મામલે રતુલની ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરી હતી. તે VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં પણ આરોપી છે. ED મુજબ રતુલ દુબઈના હવાલા ઓપરેટર રાકેશ સક્સેનાના ક્રેડિટ કાર્ડ પર આલીશાન જીવન જીવી રહ્યો હતો. તે પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતો હતો […]

CMના ભાણીયાએ એશો આરામ માટે ક્રેડીટ કાર્ડથી 32 કરોડ રૂપિયા ઉડાવ્યા, જાણો CMના ભાણીયાની લાઈફ-સ્ટાઈલ વિશે
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 7:39 AM

EDની ચાર્જશીટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણીયા રતુલ પુરીના બિનહિસાબી ખર્ચનો ખુલાસો થયો છે. EDએ 8 હજાર કરોડના મની લોન્ડ્રિંગ મામલે રતુલની ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરી હતી. તે VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં પણ આરોપી છે. ED મુજબ રતુલ દુબઈના હવાલા ઓપરેટર રાકેશ સક્સેનાના ક્રેડિટ કાર્ડ પર આલીશાન જીવન જીવી રહ્યો હતો. તે પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતો હતો અને નાઈટ ક્લબમાં તે રોજ આવતો-જતો હતો. અમેરિકાની એક ક્લબમાં તેને એક વખતમાં 7.8 કરોડ (11,43,980 ડૉલર) રૂપિયા ખર્ચ કરી દીધા હતા.

થોડા દિવસ પહેલા દાખલ કરેલી ચાર્જશીટમાં EDએ કહ્યું કે રતુલ, તેમના સહયોગીઓ અને મોજર બિયર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનું નામ સામેલ છે. રતુલ કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને તેમના પિતા દીપક પુરી મોજર બિયરના માલિક છે. ED મુજબ રતુલ પર બૅન્કોમાંથી 8 હજાર કરોડ રૂપિયા દેવું લઈને બીજા ગ્રુપમાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. એજન્સીએ રતુલ દ્વારા મોજર બિયરથી જોડાયેલા દેશ-વિદેશના ઘણા ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરવાની તપાસ કરી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મળતી માહિતી મુજબ રતુલે હવાલા ઓપરેટરોની મદદથી ઘણા ફેક્ટરી અને સ્થાવર મિલકત ખરીદી હતી. એટલું જ નહીં તે દુબઈના હવાલા ઓપરેટર રાકેશ સક્સેનાનું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરી રહ્યો હતો. સક્સેના અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડથી જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે મુખ્ય આરોપી છે. એજન્સીઓ સક્સેનાને આ વર્ષે જ દુબઈથી ભારત લાવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ED મુજબ રતુલે નવેમ્બર 2011થી ઓક્ટોબર 2016ની વચ્ચે સક્સેનાના ક્રેડિટ કાર્ડથી 32 કરોડ રૂપિયા (45 લાખ ડૉલર) ખર્ચ કર્યા. તે દરમિયાન તેમને હોલી-ડે ટ્રિપ, પ્રાઈવેટ જેટમાં મુસાફરી અને નાઈટ ક્લબમાં જવા માટે ખર્ચ કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

EDએ રતુલ પુરી, પિતા દીપક પુરી, માતા નીતા અને અન્ય લોકોની વિરૂદ્ધ સેન્ટ્રલ બૅન્કમાંથી 354 કરોડની છેતરપિંડીના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. બૅન્કે દાવો કર્યો હતો કે મોજર બિયરના ડાયરેક્ટર્સે પૈસા મેળવવા માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો. રતુલની 20 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં છે. દિલ્હીની વિશેષ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 25 ઓક્ટોબર સુધી વધારી છે. બીજી તરફ CBIએ પણ સંજય જૈન અને વિનીત શર્માની વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને ભ્રષ્ટ્રચારની કલમમાં કેસ દાખલ કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">