Ramnavami 2024 : રામલલ્લાના આજના વસ્ત્રો છે ખૂબ જ ખાસ, જાણો ક્યાં મટિરિયલમાંથી થયા છે તૈયાર, જુઓ વીડિયો

|

Apr 17, 2024 | 11:31 AM

Ramnavmi 2024 : બપોરે 12 વાગ્યે રામ લલ્લાના સૂર્ય તિલક કરવામાં આવશે. વાલ્મીકિ રામાયણ અનુસાર રામલલ્લાનો જન્મ આ સમયે એટલે કે ચૈત્ર મહિનામાં ત્રેતાયુગમાં થયો હતો. વૈજ્ઞાનિકોએ અરીસા દ્વારા રામલલ્લાના માથા પર સૂર્યના કિરણો પહોંચાડ્યા છે.

Ramnavami 2024 : રામલલ્લાના આજના વસ્ત્રો છે ખૂબ જ ખાસ, જાણો ક્યાં મટિરિયલમાંથી થયા છે તૈયાર, જુઓ વીડિયો
Ram Navami 2024 ram lala dress Special fabric

Follow us on

Ramnavami 2024 : રામનવમીનો તહેવાર ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે. ઘણી ધાર્મિક કથાઓમાં એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો.

ભગવાન શ્રી રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ તેમની પ્રથમ રામ નવમી છે. આવી સ્થિતિમાં રામનવમી નિમિત્તે અયોધ્યામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos

TV9 સાથેની વાતચીત દરમિયાન ડ્રેસ ડિઝાઇનર મનીષ ત્રિપાઠીએ રામલલ્લાને પહેરાવામાં આવતા પોશાક વિશે કેટલીક માહિતી આપી હતી. આવો જાણીએ શું કહે છે ફેમસ ડ્રેસ ડિઝાઈનર મનીષ ત્રિપાઠી.

મોટાભાગે બુધવારે લીલા રંગના જ વસ્ત્રો કરે છે ધારણ

રામલલાના ડ્રેસ ડિઝાઈનર મનીષ ત્રિપાઠીએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, રામ નવમી માટે ખાસ પ્રકારના ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા છે. તેમની જન્મજયંતિ પર ભગવાનને પીતાંબર એટલે કે પીળા રંગના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ભગવાન દરરોજ એક જ ડ્રેસ પહેરે છે. પરંતુ રામ નવમીના અવસર પર પોતાનો ડ્રેસ બદલશે. ખાદી અને સિલ્કનું મિશ્રણ કરીને રામલલ્લાનો પોશાક તૈયાર કરવામાં આવ્યો છે.

ભગવાન રામલલ્લા જે કપડાં પહેરશે તે ખાસ છે. ગરમીને ધ્યાનમાં રાખીને આ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે રામલલ્લાની જન્મજયંતિ બુધવારે છે. સામાન્ય રીતે રામલલ્લા બુધવારે લીલા કપડાં પહેરે છે, પરંતુ આજે બુધવારે રામનવમી હોવાથી તેમણે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે.

તૈયારીઓ કેવી ચાલી રહી છે?

આ રામનવમી એટલા માટે પણ ખાસ છે, કારણ કે દેશમાં પહેલીવાર રામનવમી નવા મંદિરમાં રામલલ્લા સાથે ઉજવવામાં આવી રહી છે.  આ પ્રસંગે મંદિરના જન્મભૂમિ પથથી લઈને ગર્ભગૃહ સુધી દરેક જગ્યાએ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિરને સુંદર રોશનીથી પણ ઝળહળતું કરવામાં આવ્યું છે. આ દિવસે રામલલ્લાના દર્શન માટે લાખો ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે.

રામ નવમીના દિવસે મંદિર પરિસરમાં પ્રખ્યાત કલાકારો દ્વારા ગીત, સંગીત અને અભિનંદન ગીતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 4 થી 11 વાગ્યા સુધી ભક્તો રામ લલ્લાના દર્શન કરી શકશે.

સૂર્ય તિલક ક્યારે થશે?

કહેવામાં આવી રહ્યું છે કે રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવશે. આ સમયને અભિજીત મુહૂર્ત તરીકે વર્ણવવામાં આવ્યો છે. વાલ્મીકિ રામાયણ અનુસાર રામલલ્લાનો જન્મ આ સમયે ત્રેતાયુગમાં થયો હતો. વૈજ્ઞાનિકોએ અરીસા દ્વારા રામલલ્લાના લલાટ પર સૂર્યના કિરણો પહોંચાડ્યા છે. સૂર્યના કિરણો લગભગ 4 મિનિટ સુધી રામલલ્લાના લલાટની સુંદરતામાં વધારો કરશે.

Next Article