જો બધા સાથે આવશે તો 2024માં ખરાબ રીતે હારી જશે ભાજપ, વિપક્ષી એકતાની રેલીમાં નીતિશ કુમારનો હુંકાર

|

Sep 25, 2022 | 7:13 PM

મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) કહ્યું કે બિહાર ચૂંટણીમાં ભાજપ અમારા ઉમેદવારોને હરાવવાની કોશિશ કરી રહી છે. કેન્દ્રએ પછાત રાજ્ય માટે જે વચન આપ્યું હતું તે વચન પૂરાં થયાં નથી. બિહારમાં આજે સાત પાર્ટીઓ એકસાથે કામ કરી રહી છે.

જો બધા સાથે આવશે તો 2024માં ખરાબ રીતે હારી જશે ભાજપ, વિપક્ષી એકતાની રેલીમાં નીતિશ કુમારનો હુંકાર
Nitish Kumar

Follow us on

હરિયાણાના (Haryana) ફતેહાબાદમાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને આઈએનએલડીના સંસ્થાપક ચૌધરી દેવીલાલની જન્મજયંતિના અવસર પર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે . આ રેલીમાં શરદ પવાર, સીતારામ યેચુરી, સુખબીર બાદલ, કેસી ત્યાગી પહોંચ્યા છે. આ સાથે બિહારના સીએમ નીતિશ કુમાર (Cm Nitish Kumar) અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ પહોંચી ગયા છે. નીતિશ કુમારે કહ્યું કે લોકસભાની ચૂંટણી 2024માં છે. તમામ લોકો સાથે વાતચીત ચાલી રહી છે. બધાને સાથે આવવામાં થોડો સમય લાગશે. જો વધુને વધુ લોકો એક થશે તો આ પહેલો વિપક્ષી મોરચો હશે, જે ભાજપની તાકાત સામે ઊભો રહેશે.

આઈએનએલડીના મંચ પરથી મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે જો તમામ રાજ્યોમાં પાર્ટીઓ ભાજપ સામે લડશે તો તેઓ ક્યાંથી જીતશે. વડાપ્રધાન બનવાના સવાલ પર નીતિશ કુમારે ફરી એકવાર ના પાડી દીધી. નીતિશ કુમારે કહ્યું કે હું કોંગ્રેસ સહિત તમામ પક્ષોને એકસાથે આવવાની અપીલ કરું છું, તો 2024ની લોકસભા ચૂંટણીમાં જ તેઓ (ભાજપ) ખરાબ રીતે હારી જશે.

નીતિશ કુમારે કહ્યું કે છેલ્લી ચૂંટણી દરમિયાન તેઓ (ભાજપ) અમારા ઉમેદવારોને હરાવવાની કોશિશ કરી રહ્યા હતા. કેન્દ્રએ પછાત રાજ્ય માટે જે વચન આપ્યું હતું તે વચન પૂરાં થયાં નથી. બિહારમાં આજે સાત પાર્ટીઓ એકસાથે કામ કરી રહી છે. તેમની પાસે 2024ની ચૂંટણી જીતવાની કોઈ શક્યતા નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેજસ્વીએ ભાજપને જુઠ્ઠી પાર્ટી ગણાવી

નીતિશ કુમાર સાથે રેલીમાં ભાગ લેવા આવેલા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે જનતા દળ (યુનાઈટેડ), શિરોમણી અકાલી દળ અને શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની રચના કરી. તેમને ભાજપ પર ખોટા દાવા અને વચનો આપવાનો આરોપ લગાવ્યો અને ભાજપને સૌથી મોટી જુઠ્ઠી પાર્ટી ગણાવી.

તેજસ્વીએ અમિત શાહ પર સાધ્યું નિશાન

નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહે તેમની હાલની જાહેર સભા દરમિયાન બિહારના પૂર્ણિયા જિલ્લામાં એરપોર્ટ બનાવવાની વાત કરી હતી, જ્યારે શહેરમાં કોઈ એરપોર્ટ નથી. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતીશ કુમાર, શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતની હાજરીમાં તેજસ્વીએ કહ્યું કે તે બધા એનડીએના સભ્ય હતા.

બંધારણ અને લોકશાહી બચાવવા માટે તૂટ્યું એનડીએ

તેજસ્વીએ દાવો કર્યો હતો કે બંધારણ અને લોકશાહીને બચાવવા માટે આ તમામે સત્તારૂઢ ગઠબંધન છોડી દીધું છે. તેમને પૂછ્યું કે એનડીએ અત્યારે ક્યાં છે? તેજસ્વીએ કહ્યું કે એક તરફ બિહાર સરકારે લોકોને નોકરીઓ આપવાની કવાયત શરૂ કરી છે, જ્યારે બીજેપીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર નોકરી આપવાનું પોતાનું વચન પૂરું કરવામાં નિષ્ફળ રહી છે.

ખેડૂતોએ સંઘીઓને સારો પાઠ ભણાવ્યો

તેજસ્વીએ કહ્યું કે આજે દેશમાં જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયેલી નથી. ભાજપના લોકો ઇચ્છે છે કે આ દેશમાં બધું પૂરું થઈ જાય. માત્ર ભાજપ, સંઘ અને તેમના કેટલાક સાથી પક્ષો જ રહેવા જોઈએ. આજે આપણે એવા ખેડૂતોનો આભાર માનીએ છીએ જેમના પુત્રો જવાન (ફૌજી) છે, કારણ કે જવાનોએ દેશ બચાવવાનું કામ કર્યું છે. હું તમારો આભાર માનવી આવી છું કે ખેડૂતોએ ખેડૂત આંદોલન ચલાવીને સંઘીઓને પાઠ ભણાવવાનું સારું કામ કર્યું.

Next Article