Rajya Sabha Election 2022: ‘હું કેટલાક એવા કોંગ્રેસના નેતાઓને ઓળખું છું જેઓ હિન્દુ શબ્દને નફરત કરે છે’: કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વટાણા વેર્યા

|

May 31, 2022 | 6:57 PM

કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Polls) માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે પોતાની જ પાર્ટીને લઈને અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે પાર્ટીને એવા ચહેરાની જરૂર છે જે યુવા અને પાર્ટીના અનુભવી સભ્યો વચ્ચે તાલ મિલાવી શકે.

Rajya Sabha Election 2022: હું કેટલાક એવા કોંગ્રેસના નેતાઓને ઓળખું છું જેઓ હિન્દુ શબ્દને નફરત કરે છે: કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વટાણા વેર્યા
Congress Leader Acharya Pramod Krishnam (File Photo)

Follow us on

Rajya Sabha Election 2022: રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Polls) માટે મતદાનની તારીખ નજીક છે. કોંગ્રેસ તરફથી પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ પક્ષમાં સતત વિખવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્ણમે (Congress Leader Acharya Pramod Krishnam) પોતાની જ પાર્ટી વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રમોદ ક્રિષ્નમે મંગળવારે કહ્યું કે હું કોંગ્રેસના કેટલાક નેતાઓને ઓળખું છું જેઓ ‘હિંદુ’ શબ્દને નફરત કરે છે, તો તેઓ એક હિન્દુ વ્યક્તિને રાજ્યસભા (ચૂંટણી)માં કેવી રીતે મોકલી શકે. પરંતુ હું હજુ પણ કોંગ્રેસ સાથે ઉભો છું.

પ્રમોદ ક્રિષ્ણમે એમ પણ કહ્યું કે જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ સ્વીકારતા નથી તો પ્રિયંકા ગાંધીને પાર્ટીની કમાન સોંપવી જોઈએ. ઘણા નેતાઓ અને કાર્યકરો એવું માને છે. પરંતુ પછી પાર્ટીના કેટલાક સભ્યોએ કહેવાનું શરૂ કર્યું કે હું રાહુલ ગાંધીની વિરુદ્ધ છું, હું નથી, હું કેમ રહીશ? કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્ણમે વધુમાં કહ્યું કે જો રાહુલ ગાંધી આ પદ સ્વીકારતા નથી, તો આટલી મોટી પાર્ટીને એવા ચહેરાની જરૂર છે જે યુવાઓ અને પાર્ટીના અનુભવી સભ્યો વચ્ચે તાલ મિલાવી શકે. ઘણા લોકોના મતે આ ચહેરો પ્રિયંકા ગાંધી છે. તેઓ કોંગ્રેસના સૌથી પ્રિય નેતાઓમાંના એક છે.

વરિષ્ઠ નેતાઓની અવગણનાનો આક્ષેપ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રમોદ કૃષ્ણમે પાર્ટી પર ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ નેતાઓની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું, ‘હવે નિર્ણયો લેવામાં આવ્યા છે. પરંતુ ગુલામ નબી આઝાદ, તારિક અનવર, સલમાન ખુર્શીદ અને રાશિદ અલ્વી જેવા લોકો સ્થાપિત અને જાણીતા નેતાઓ છે. આ લોકોનું સન્માન થવું જોઈએ. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ પણ કોંગ્રેસની રાજ્યસભા ટિકિટની યાદી પર સવાલ ઉઠાવ્યા છે. બહારના નેતાઓની ફિલ્ડીંગ પર તેમણે કહ્યું હતું કે આ યાદીમાં કોણ નેતા છે, કોણ રાજસ્થાનનું છે અથવા રાજ્ય માટે કોઈ યોગદાન આપ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કોંગ્રેસના 10 ઉમેદવારોના નામોની યાદી જાહેર

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 10 નામોની યાદી જાહેર કરી છે. જેમાં રાજીવ શુક્લા અને રંજીત રંજનનું નામ છત્તીસગઢના છે. હરિયાણાથી અજય માકન, કર્ણાટકથી જયરામ રમેશ અને મધ્ય પ્રદેશમાંથી વિવેક તન્ખા, મહારાષ્ટ્રમાંથી ઈમરાન પ્રતાપગઢી. બીજી તરફ રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક, પ્રમોદ તિવારીનું નામ રાજસ્થાનના છે. તમિલનાડુમાંથી પી ચિદમ્બરમના નામની જાહેરાત કરવામાં આવી છે.

Next Article