વેક્સિનેશનને વેગ આપવા મોદી સરકારનું એડીચોટીનું જોર, વિદેશી વેક્સિન પર લેશે આ મોટા નિર્ણય!

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સુત્રો દ્વારા માહિતી મળી છે કે વિદેશથી આયાત થતી કોરોના રસી ઉપર કસ્ટમ ડ્યુટી લાગશે નહીં.

વેક્સિનેશનને વેગ આપવા મોદી સરકારનું એડીચોટીનું જોર, વિદેશી વેક્સિન પર લેશે આ મોટા નિર્ણય!
FILE PHOTO
Gautam Prajapati

|

Apr 20, 2021 | 12:17 PM

દેશમાં અનિયંત્રિત કોરોનાની ગતિને રોકવા માટે, ભારત સરકારે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવાનું શરૂ કર્યું છે. આ શ્રેણીમાં કેન્દ્ર સરકારે હવે નિર્ણય લીધો છે કે વિદેશથી આયાત થતી કોરોના રસી ઉપર કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. જી હા ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર વિદેશથી આવતી વેક્સિનને સરકારે ટેક્સ મુક્ત કરી દીધી છે. આ રસીઓ ઉપર લગાવવામાં આવેલી 10 ટકા આયાત ડ્યુટી હવે લાદવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશમાં આવતા વિદેશી રસીના ખર્ચમાં પણ ઘટાડો થશે.

એક વરિષ્ઠ અધિકારીએ આ વિશે ન્યૂઝ એજન્સી રોઇટર્સને માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે ભારત સરકાર ટૂંક સમયમાં રશિયાની સ્પુટનિક-વીની આયાત કરવા જઈ રહી છે. આ સિવાય ભારતે ફાઈઝર, મોડર્ના અને જહોન્સન એન્ડ જહોન્સન જેવા રસી ઉત્પાદકોને પણ કહ્યું છે કે તેઓ તેમની રસી ભારતને વેચે.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સરકાર ખાનગી કંપનીઓને સરકારી દખલ વિના સીધી માન્ય રસી આયાત કરવાની અને ખુલ્લા બજારમાં વેચવાની મંજુરી આપવાની પણ વિચારણા કરી રહી છે. કંપનીઓને પણ રસીના ભાવ નક્કી કરવાની સ્વતંત્રતા રહેશે.

હાલમાં કેન્દ્ર સરકાર ભારતની અંદર માત્ર કેન્દ્ર સરકાર જ કોવિડ -19 રસી ખરીદે છે અને વેચે છે. નાણાં મંત્રાલયના પ્રવક્તાએ હજી સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નેપાળ, પાકિસ્તાન, આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા દેશો રસીની આયાત પર 10 થી 20 ટકા ટેરિફ લગાવે છે.

જણાવી દઈએ કે ભારતમાં કોરોનાની બીજી લહેર દરેક રેકોર્ડ તોડી રહી છે. સોમવારે પણ દેશમાં કોરોનાના લગભગ 2 લાખ 60 હજાર નવા કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 1700 ને વટાવી ગયો હતો.

ભારત સરકારે નિર્ણય લીધો છે કે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવામાં આવશે.

આ પણ વાંચો: મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને ચૂંટણી કમિશનર રાજીવ કુમાર થયા કોરોના સંક્રમિત

આ પણ વાંચો: કોરોના દર્દીઓ માટે વરદાન સાબિત થશે DRDO ની આ સિસ્ટમ, ઓક્સિજનની નહીં થવા દે ઉણપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati