શું અશોક ગેહલોત CM તરીકે યથાવત રહેશે કે પાયલટને મળશે કમાન? 48 કલાકમાં તસ્વીર થશે સ્પષ્ટ

|

Sep 29, 2022 | 7:38 PM

અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) જયપુરમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક ના યોજાવાની ઘટના માટે તેમની માફી માંગી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ હવે અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે.

શું અશોક ગેહલોત CM તરીકે યથાવત રહેશે કે પાયલટને મળશે કમાન? 48 કલાકમાં તસ્વીર થશે સ્પષ્ટ
Image Credit source: TV9 GFX

Follow us on

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ગુરુવારે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) આગામી એક-બે દિવસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે. સોનિયાના નિવાસસ્થાનની બહાર મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે “કોંગ્રેસ અધ્યક્ષ રાજસ્થાનના મુખ્યમંત્રી વિશે આગામી એક-બે દિવસમાં નિર્ણય લેશે.” અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) જયપુરમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક ના યોજાવાની ઘટના માટે તેમની માફી માંગી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ હવે અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે.

સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાન ’10 જનપથ’ પર મળ્યા બાદ ગેહલોતે એમ પણ કહ્યું કે સોનિયા ગાંધી નક્કી કરશે કે તેઓ મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે કે નહીં. “હું છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસનો વફાદાર સૈનિક છું… બે દિવસ પહેલા બનેલી ઘટનાએ અમને બધાને હચમચાવી નાખ્યા,” તેમણે અહીં પત્રકારોને કહ્યું હું જે પીડામાં છું તે ફક્ત હું જ જાણી શકું છું. દેશભરમાં એક સંદેશ ગયો છે કે હું મુખ્યમંત્રી તરીકે યથાવત રહેવા માંગુ છું, તેથી આ બધું થઈ રહ્યું છે.

ગેહલોત અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં

ગેહલોતે કહ્યું ‘આપણી પરંપરા છે કે એક લીટીનો ઠરાવ પસાર થાય છે. કમનસીબે એવી સ્થિતિ ઊભી થઈ કે ઠરાવ પસાર થઈ શક્યો નહીં. હું મુખ્યમંત્રી છું અને ધારાસભ્ય દળનો નેતા છું. મને હંમેશા દુઃખ રહેશે કે આ ઠરાવ પસાર ન થઈ શક્યો. મેં સોનિયાજીની માફી માંગી છે. આ મારો નિર્ણય છે.’ તેમણે કહ્યું, ‘મેં રાહુલ જીને કહ્યું કે તેઓ ચૂંટણી લડે. તેણે ના પાડી. ત્યારે મેં કહ્યું કે હું ચૂંટણી લડીશ. હવે હું ચૂંટણી લડીશ નહીં.’ મુખ્યમંત્રી તરીકે યથાવત રહેવા અંગેના સવાલ પર ગેહલોતે કહ્યું કે આ અંગે સોનિયા ગાંધી નિર્ણય લેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

17 ઓક્ટોબરે મતદાન, આવતીકાલે થરૂર ઉમેદવારી નોંધાવશે

ગેહલોત ચૂંટણીની રેસમાંથી બહાર થયા બાદ હવે પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી કરી રહ્યા છે. સિંઘે આજે પક્ષના અધ્યક્ષ પદ માટે નામાંકન પત્ર મેળવ્યું હતું અને કહ્યું હતું કે તેઓ સંભવતઃ શુક્રવારે ઉમેદવારી નોંધાવશે. લોકસભાના સભ્ય શશિ થરૂર 30 સપ્ટેમ્બરે બપોરે અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને 24 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

Next Article