રાજસ્થાનના સીએમ ગેહલોતે ભાજપ પર લગાવ્યો રાજ્યને બદનામ કરવાનો આક્ષેપ

|

Oct 06, 2022 | 6:12 PM

ગુજરાત વિધાનસભાની ચુંટણીને (Gujarat Assembly Election 2022) લઇને રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ તેજ થઈ છે. જેમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot) આક્ષેપ કર્યો હતો કે ભાજપ રાજસ્થાનના કેટલાક બેરોજગાર યુવાનોને (Unemployment) ગુજરાતમાં લલચાવીને અને દાંડી કૂચ (Dandi Kuch) કરવા માટે રાજસ્થાનને બદનામ કરી રહી છે.

રાજસ્થાનના સીએમ ગેહલોતે ભાજપ પર લગાવ્યો રાજ્યને બદનામ કરવાનો આક્ષેપ
Rajasthan CM Ashok Gehlot
Image Credit source: File Image

Follow us on

ગુજરાત વિધાનસભાની ચુંટણીને (Gujarat Assembly Election 2022) લઇને રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ તેજ થઈ છે. જેમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot) આક્ષેપ કર્યો હતો કે ભાજપ રાજસ્થાનના કેટલાક બેરોજગાર યુવાનોને (Unemployment) ગુજરાતમાં લલચાવીને અને દાંડી કૂચ (Dandi Kuch) કરવા માટે રાજસ્થાનને બદનામ કરી રહી છે. ગેહલોતે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, તેથી શક્ય છે કે ભાજપે ચૂંટણીના કારણે યુવાનોને લલચાવી રહ્યા છે. ગેહલોત આક્ષેપ કર્યો છે કે દેશમાં રોજગારીની સૌથી ખરાબ સ્થિતિ ગુજરાતમાં છે. જ્યા રોજગાર પણ નથી અને ત્યાંના કર્મચારીઓને પૂરો પગાર પણ મળતો નથી.

ભીલવાડાના રાયપુર વિસ્તારમાં એક જાહેર કાર્યક્રમને સંબોધતા સીએમ અશોક ગેહલોતે જણાવ્યું કે , “દરેક વ્યક્તિને સરકારી નોકરી મળી શકતી નથી, તેમ છતાં રાજસ્થાને રેકોર્ડ બનાવ્યો છે. સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ સરકારે 1.31 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપી છે અને 1.24 લાખ વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને 2022-23ના બજેટમાં એક લાખ સરકારી નોકરીઓની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આગામી બજેટ વર્તમાન સરકારનું છેલ્લું બજેટ હશે અને કદાચ આવી સ્થિતિ સર્જાશે અને નોકરીઓની જાહેરાત કરવી પડશે.

રાજસ્થાનના યુવાનોને રોજગાર આપવાની જવાબદારી અમારી

રાજસ્થાનના યુવાનોને રોજગાર આપવાની જવાબદારી અમારી છે.. અમે રેકોર્ડ બનાવ્યો છે. અમે આગામી બજેટ યુવાનોને સમર્પિત કરીએ છીએ.
જ્યારે “કેટલાક યુવાનો ગુજરાતમાં જઈને દાંડી માર્ચ કરી રહ્યા છે. હું આવા યુવાનોને કહેવા માંગુ છું. તમારે લાખો યુવાનાના હિતનું ધ્યાન રાખવું જોઈએ. દરેકને ગેરમાર્ગે દોરશો નહીં. તેમણે કહ્યું કે પહેલા નોકરી કરનારાઓના સંગઠનો હતા, પરંતુ હવે બેરોજગારોના સંગઠનો બનવા લાગ્યા છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

‘દાંડી યાત્રા’ નામની આ યાત્રા 150 કિમીનું અંતર કાપીને ગુજરાતમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સમાપ્ત થશે

રાજસ્થાનના બેરોજગાર યુવાનોનું એક જૂથ છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યું છે અને તેઓ રાજસ્થાન સરકાર પર યુવાનોને આપેલા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ તેવો ‘દાંડી યાત્રા’ નામની આ યાત્રા 150 કિમીનું અંતર કાપીને ગુજરાતમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સમાપ્ત થશે. બેરોજગાર યુવાનોનું એક જૂથ અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટી કાર્યાલયની બહાર ધરણા કરશે.

રાજ્ય સરકારે વિવિધ કંપનીઓ સાથે રૂ. 11 લાખ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

ગેહલોતે કહ્યું કે રાજસ્થાન રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે 7-8 ઓક્ટોબરના રોજ જયપુરમાં ‘ઇન્વેસ્ટ રાજસ્થાન’ સમિટ યોજાશે જેમાં દેશ-વિદેશના લગભગ 3000 પ્રતિનિધિઓ ભાગ લેશે. ગેહલોતે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે વિવિધ કંપનીઓ સાથે રૂ. 11 લાખ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને આનાથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. ગેહલોતે કહ્યું કે ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના, ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના અને અન્ય જન કલ્યાણ યોજનાઓ જેવા કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કેન્દ્રએ તેનો રાષ્ટ્રીય સ્તરે અમલ કરવો જોઈએ.

Published On - 6:11 pm, Thu, 6 October 22

Next Article