Rajasthan : ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવની ‘જન આશિર્વાદ યાત્રા’ નો આજે ચોથો દિવસ, કહ્યું “કોંગ્રેસ હવે માત્ર પરિવારની પાર્ટી”

|

Aug 20, 2021 | 2:32 PM

ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) જણાવ્યુ હતુ કે, "રાજ્યમાં બહુ ઓછા મતોથી પાર્ટી સરકાર બનાવવાનું ચૂકી ગઈ હતી, જેના કારણે રાજ્યના લોકોને ઘણું સહન કરવું પડ્યું છે, પરંતુ 2023 માં તેઓ બહુમતી સાથે સરકાર બનાવશે."

Rajasthan : ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવની જન આશિર્વાદ યાત્રા નો આજે ચોથો દિવસ, કહ્યું કોંગ્રેસ હવે માત્ર પરિવારની પાર્ટી
Bhupendra Yadav (File Photo)

Follow us on

Rajasthan : જયપુરમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav)  ગોવિંદ દેવજીના મંદિરમાં દર્શન અને પૂજા સાથે જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, જયપુરમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતુ કે, “કોંગ્રેસ હવે લોકશાહી પક્ષ નથી, હવે તે માત્ર એક પરિવારની પાર્ટી બની ગઈ છે.”

વધુમાં જણાવ્યું કે, ભાજપ પાર્ટીમાં (BJP Party) આંતરિક લોકશાહી છે, તેથી જ પાર્ટી અત્યાર સુધી ચાલી રહી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, ‘પાર્ટીએ 50 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું, દેશના દરેક વર્ગને વોટ બેંક (Vote Bank) બનાવી અને બદલામાં લોકોને કંઈ આપ્યું નહીં’. ઉપરાંત ગાંધી પરિવાર પર પ્રહાર કરતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, કોંગ્રેસમાં માત્ર ગાંધી પરિવાર જ છે, વધુમાં કહ્યું કે, રાજકારણમાં વંશ અને પરિવારનું કોઈ સ્થાન હોતુ નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2023 માં બહુમતી સાથે સરકાર બનાવવાનો સંકલ્પ

ભાજપના નેતા ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, રાજ્યમાં પાર્ટી બહુ ઓછા મતોથી સરકાર બનાવવાનું ચૂકી ગઈ છે, જેના કારણે રાજ્યના લોકોને ઘણું સહન કરવું પડ્યું છે. પરંતુ હવે 2023 માં તેઓ બહુમતી સાથે સરકાર બનાવશે અને રાજસ્થાનમાં (Rajasthan) ફરી એકવાર કમળ ખીલશે. ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં રાજસ્થાનનો વિકાસ ઘણો પાછળ રહી ગયો છે.

 

કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

તમને જણાવી દઈએ કે, ગુરુવારે ભાજપના લઘુમતી મોરચા દ્વારા જયપુરના (Jaipur) બિરલા ઓડિટોરિયમ પરિસરમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવનું હાથી, ઘોડા અને બેન્ડ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયા, ભાજપના પ્રભારી અરુણ સિંહ, વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા, વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડ, સાંસદ રામચરણ બોહરા, સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, ધારાસભ્ય કાલીચરણ સરાફ, અશોક લાહોટી સહિત ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચો: Maharashtra : ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોવિડ નિયમોના ઉલ્લંઘનની સાત FIR દાખલ

આ પણ વાંચો:  UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

Published On - 11:51 am, Fri, 20 August 21

Next Article