Rajasthan: ઉદયપુર હત્યાકાંડના બંને મુખ્ય આરોપીની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ અને કલમ 144 લાગુ

ઉદયપુરમાં હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસે બંનેની રાજસમંદ જિલ્લાના ભીમાથી ધરપકડ કરી છે.

Rajasthan: ઉદયપુર હત્યાકાંડના બંને મુખ્ય આરોપીની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ અને કલમ 144 લાગુ
Rajasthan Arrest of both main accused in Udaipur massacre
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 10:36 PM

ઉદયપુરમાં (Udaipur) એક વ્યક્તિની ઘાતકી હત્યા બાદ વાતાવરણ તણાવપૂર્ણ બની રહ્યુ છે. લોકો રસ્તા પર આવી ગયા છે અને ઘટનાનો વીડિયો પણ ઝડપથી શેયર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં પ્રશાસને શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટે આદેશ જાહેર કરીને કહ્યું કે ઉદયપુરમાં ઈન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. પ્રશાસને પહેલાથી જ લોકોને આ ઘટનાનો વીડિયો શેયર ન કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

ઉદયપુર હત્યાકાંડના બંને મુખ્ય આરોપીઓની ધરપકડ

ઉદયપુર હત્યા કેસના બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની માહિતી આપતાં જાતે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું, “ઉદયપુરમાં યુવકની હત્યાના બંને આરોપીઓની રાજસમંદથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કેસ ઓફિસર સ્કીમ હેઠળ થશે અને ઝડપી તપાસ સુનિશ્ચિત કરીને ગુનેગારોને સખત સજા કરવામાં આવશે. હું બધાને શાંતિ જાળવવા અપીલ કરું છું.”

17 જૂને પણ બનાવવામાં આવ્યો હતો કન્હૈયાની હત્યાનો પ્લાન

મૃતકનું નામ કન્હૈયા લાલ જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે હત્યારાઓની ઓળખ રિયાઝ અખ્તારી અને ગૌસ મોહમ્મદ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ રિયાઝ અખ્તરીએ વધુ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે તેણે 17 જૂને પણ કન્હૈયાને મારવાની યોજના બનાવી હતી. પોલીસે હાલમાં બંને હત્યારાઓ ઝડપી લીધા છે.

સમગ્ર રાજસ્થાન એલર્ટ પર, SP અને IGને ફોર્સ સાથે ગ્રાઉન્ડ પર રહેવા સૂચના

ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. તે જ સમયે સમગ્ર રાજસ્થાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનના ADGએ જણાવ્યું છે કે રાજસ્થાનના તમામ એસપી અને આઈજીને ફોર્સ વધારવા અને તમામ પોલીસકર્મીઓને જમીન પર રહેવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તેના આધારે આગળની રણનીતિ બનાવવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">