Rains in Bengal:બંગાળમાં વરસાદથી અત્યારે રાહત મળતી જણાતી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બે મોસમી ચક્રવાતની સ્થિતિ દેખાઈ રહી છે. જેના કારણે આગામી 24 કલાક વરસાદની સંભાવના છે.
બીજી બાજુ, બે દિવસથી સતત વરસાદ (Rain)ના કારણે હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લાઓમાં પૂરનો ભય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 13 વર્ષ બાદ રેકોર્ડબ્રેક વરસાદ (Rain)થયો છે. આ સાથે જ પૂર્વ મિદનાપુરમાં બંધ તૂટી જવાના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. તેમને રાહત શિબિરમાં લઈ જવામાં આવી રહ્યા છે. NDRFની ટીમ રાહત માટે મોકલવામાં આવી છે.
હવામાન વિભાગ(Meteorological Department)ના જણાવ્યા અનુસાર, કોલકાતામાં સોમવારે એટલો વરસાદ પડ્યો હતો કે છેલ્લા 13 વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં થયો ન હતો. સોમવારે વહેલી સવારે મહાનગર અને આજુબાજુના જિલ્લાઓમાં શરૂ થયેલા વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પરિવહન સેવાઓ ખોરવાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ બંગાળના તમામ જિલ્લાઓમાં સવારથી વરસાદ પડી રહ્યો છે.
અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા
કોલકાતાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે, જેમાં ટેલીગંજ સર્ક્યુલર રોડ, તરતાલા, ભવાનીપુર, મિન્ટો પાર્ક, કેમક સ્ટ્રીટ, થંથાનિયા, કોલેજ સ્ટ્રીટ, સેક્ટર -5, ચિનાર પાર્ક, કાકુડાગાચી, કૈખાલી, ગોલ્ફ ગ્રીનનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે પણ દક્ષિણ બંગાળ (South Bengal)ના તમામ જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. અલીપોર હવામાન વિભાગે(Meteorological Department)હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મંગળવારે હાવડા, હુગલી, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મિદનાપુર, પૂર્વ અને પશ્ચિમ બર્દવાનમાં વરસાદની સંભાવના છે. પશ્ચિમના જિલ્લાઓમાં આજે વરસાદ વધશે. એટલે કે, બાંકુરા, પુરુલિયા, ઝારગ્રામ, પશ્ચિમ મિદનાપુરમાં વરસાદ પડશે. દક્ષિણ 24 પરગણામાં પણ વરસાદની સંભાવના છે.
પતાશપુરમાં બંધ તૂટવાના કારણે હજારો પરિવારો પ્રભાવિત થયા, રેલ સેવા પણ ખોરવાઈ
પૂર્વ મિદનાપુરના ભગવાનપુર અને પોટાશપુર પ્રદેશના મોટા વિસ્તારોમાં નદીના પટ્ટાના બંધ તુટવાને કારણે લગભગ વીસ હજાર પરિવારો પ્રભાવિત થયા છે. લગભગ સિત્તેર હજાર પરિવારો પ્રભાવિત થયા છે. ફરી એક વખત વહીવટીતંત્ર પૂરની સંભાવનાથી ચિંતિત છે. સરકારની સૂચના બાદ NDRF (National Disaster Response Force)ની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારમાંથી પીડિતોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં રાહત પણ પહોંચી છે. ભારે વરસાદને કારણે રેલ સેવા પણ ખોરવાઈ ગઈ છે.
કોલકાતામાં આજે સવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું છે. આજે મહત્તમ તાપમાન 26 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક જી.કે.દાસે જણાવ્યું હતું કે, ચક્રવાતી પરિભ્રમણની ઝડપ અને ઉત્તર પશ્ચિમ બંગાળ (West Bengal)ની ખાડીથી ગંગાના પશ્ચિમ બંગાળ સુધી, કોલકાતા અને આજુબાજુના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી અને પૂર્વ મિદનાપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે.