Corona :રેલ્વેએ 10000 મેટ્રિક ટન ઑકિસજન પહોંચાડી અનેકના જીવ બચાવ્યા, વાવાઝોડા વચ્ચે પણ બે ટ્રેનો ગુજરાત પહોંચી

|

May 18, 2021 | 4:15 PM

ભારતીય રેલ્વેએ કોરોના સમયગાળા દરમિયાન તેની વિશેષ Oxygen એક્સપ્રેસને પ્રથમ અગ્રતા આપીને 269 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા અત્યાર સુધીમાં દસ હજાર મેટ્રિક  ટનથી વધુ પ્રવાહી ઓક્સિજનનો સપ્લાય કર્યો છે. સોમવારે પણ રેલવેએ ભારે પવન વચ્ચે ગુજરાતમાં લગભગ 150 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન સાથે બે ટ્રેનો સફળતાપૂર્વક દોડાવી હતી.

Corona :રેલ્વેએ 10000 મેટ્રિક ટન ઑકિસજન પહોંચાડી અનેકના જીવ બચાવ્યા, વાવાઝોડા વચ્ચે પણ બે ટ્રેનો ગુજરાત પહોંચી
રેલ્વેએ 10000 મેટ્રિક ટન ઑકિસજન પહોંચાડી અનેકના જીવ બચાવ્યા

Follow us on

કોરોનાની બીજી લહેર દરમ્યાન બદલાયેલા કોરોના સ્વરૂપેના લીધે દેશભરમાં મેડિકલ Oxygen ની માંગમાં અચાનક વધારો થયો હતો. જો જે તે રાજ્ય સરકારો માટે મોટા પ્રમાણમાં ઊભી થયેલી ઑકિસજનની માંગને ઝડપથી પુરી કરવી શક્ય ન હતી. તેવા સમયે રેલવે તંત્રએ પોતાના નેટવર્કના ઉપયોગથી સમગ્ર દેશમાં ઑક્સીજનની અછતને દૂર કરવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઑકિસજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવી હતી. જેના લીધે ઑક્સીજન ભરેલી ટ્રકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સરળતાથી અને ઝડપથી ઑક્સીજનનો પૂરવઠો પહોંચાડ્યો છે.

ભારતીય રેલ્વેએ કોરોના સમયગાળા દરમિયાન તેની વિશેષ Oxygen એક્સપ્રેસને પ્રથમ અગ્રતા આપીને 269 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા અત્યાર સુધીમાં દસ હજાર મેટ્રિક  ટનથી વધુ પ્રવાહી  ઓક્સિજનનો સપ્લાય કર્યો છે. સોમવારે પણ રેલવેએ ભારે પવન વચ્ચે ગુજરાતમાં લગભગ 150 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન સાથે બે ટ્રેનો સફળતાપૂર્વક દોડાવી હતી. ઓક્સિજન એક્સપ્રેસની ગતિ વધારી દેવામાં આવી છે અને તેમની સરેરાશ ગતિ પ્રતિ કલાક 75 કિલોમીટર છે.

રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ સુનીત શર્માએ કહ્યું છે કે ઓક્સિજન જીવન માટે જરૂરી છે અને રેલ્વેની પ્રાથમિકતા લોકોનું જીવન બચાવવાની છે. તેથી તેના પરિવહન પર કોઈ ખર્ચ પર કોઇ વિચાર કરવામાં આવતો નથી. આ સેવા કાર્ય છે, જેમાં આખા દેશની સાથે રેલ્વે સામેલ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સુનીત શર્માએ જણાવ્યું હતું કે સોમવારે ગુજરાતમાં તોફાન છતાં રેલ્વેએ ત્યાંથી ભારે પવન વચ્ચે બે Oxygen એક્સપ્રેસ ચલાવી હતી. રેલ્વેએ તેની વિશેષ ઓક્સિજન એક્સપ્રેસ 18 એપ્રિલથી શરૂ કરી હતી અને આજ સુધી 10302 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન પૂરો પાડ્યો છે. રેલ્વેએ આ ઓક્સિજન 13 રાજ્યોમાં સપ્લાય કર્યો છે. જેમાં કુલ 269 ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી છે, જેના દ્વારા 634 ટેન્કર વિવિધ રાજ્યોમાં પરિવહન કરવામાં આવ્યાં છે. આમાં મહત્તમ સંખ્યામાં ઉત્તર પ્રદેશમાં 197, દિલ્હીમાં 191, મહારાષ્ટ્રમાં 34, હરિયાણામાં 83 અને મધ્યપ્રદેશમાં 38 નો સમાવેશ થાય છે.

રેલ્વેએ 1005 વિશેષ મેઇલ એક્સપ્રેસ ટ્રેનો:

રેલ્વે હાલમાં કોરોના ચેપ અને મુસાફરોની સંખ્યામાં ઘટાડા સાથે 1005 સ્પેશિયલ મેઇલ એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનો ચલાવે છે. ઉપનગરીય સેવાઓ પણ નબળી પડી છે અને હાલમાં આ સંખ્યા 3893 છે. આ સિવાય પેસેન્જર ટ્રેનોની સંખ્યા પણ ઘટીને 517 થઈ ગઈ છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 4.32 લાખ કર્મચારીઓને રસી આપવામાં આવી છે.

Published On - 2:47 pm, Tue, 18 May 21

Next Article