કેમ્બ્રિજમાં રાહુલનો કકળાટ, કહ્યુ- મારા ફોનમાં પેગાસસ, ભારતમાં લોકશાહી ખતરામાં

|

Mar 03, 2023 | 10:36 AM

કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "મારા પોતાના ફોનમાં પેગાસસ હતું. ઘણા મોટા નેતાઓના ફોનમાં પણ પેગાસસ હતા. મને ઘણા અધિકારીઓએ ફોન કર્યો હતો અને તેમણે મને ધ્યાનપૂર્વકથી વાત કરવાની સલાહ આપી હતી."

કેમ્બ્રિજમાં રાહુલનો કકળાટ, કહ્યુ- મારા ફોનમાં પેગાસસ, ભારતમાં લોકશાહી ખતરામાં

Follow us on

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજકાલ બ્રિટનના પ્રવાસે છે. લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના પ્રવચન દરમિયાન રાહુલ ગાંધીએ ભારતમાં લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં લોકશાહી ખતરામાં છે અને તેના મૂળભૂત માળખા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓની જાસૂસી અંગે તેમણે કહ્યું કે, મારા પોતાના ફોનમાં પેગાસસ હતુ, ભારતના ઘણા મોટા નેતાઓના ફોનમાં પણ પેગાસસ હતુ.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ભારતમાં લોકશાહી ખતરામાં છે. ભારતની લોકશાહીના મૂળભૂત માળખા પર હુમલો થઈ રહ્યો છે. પીએમ સંસદીય માળખાને નષ્ટ કરવા માટે મક્કમ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે સંસદમાં અવાજ ઉઠાવવા બદલ વિપક્ષને જેલમાં ધકેલી દેવામાં આવે છે. તેની સામે સતત કેસ કરાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાઓ સામે કેસ નોંધવામાં આવે છે. મારી સામે ઘણા ફોજદારી કેસ નોંધાયેલા છે. જે ફોજદારી કેસ હેઠળ ન હોવા જોઈએ. લઘુમતીઓને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે લઘુમતીઓ પર હુમલા વધી રહ્યા છે. રાહુલ ગાંધી કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ (કેમ્બ્રિજ જેબીએસ)માં વિઝિટિંગ ફેલો છે.

મારા ફોનમાં પેગાસસ હતું : રાહુલ ગાંધી

વિપક્ષી નેતાઓ પર જાસૂસી કરવાની શંકા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ (કેમ્બ્રિજ જેબીએસ) ખાતે કહ્યું, “મારા પોતાના ફોન પર પેગાસસ હતો. ભારતના અન્ય ઘણા મોટા નેતાઓના ફોનમાં પણ પેગાસસ હતા. ઘણા ગુપ્તચર અધિકારીઓએ મને ફોન કર્યો અને મને સલાહ આપી કે ફોન પર વાતચીત કરતા સમયે ધ્યાનથી બોલજો, તમારો ફોન સર્વેલન્સ પર છે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓના ફોનમાં પેગાસસ લગાવવામાં આવ્યું છે. વિપક્ષી નેતાઓના ફોન સતત ટેપ થઈ રહ્યા છે. તેમણે પેગાસસ મુદ્દે ભૂતકાળમાં ઘણી વખત સરકારને ઘેરી છે અને તેનો ફોન ટેપ કરવાનો દાવો પણ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે મીડિયા અને ન્યાયતંત્રને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 28 ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમના ભાષણને સાંભળવાની કળા પર કેન્દ્રિત કર્યું અને લોકશાહી પ્રણાલીઓ માટે નવી વિચારસરણી માટે આહવાન કર્યું. તેમના પ્રવચનમાં રાહુલે વિશ્વમાં લોકતાંત્રિક વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે એક નવી વિચારસરણી માટે આહવાન કર્યું હતું જે લાદવામાં ન આવે.

તાજેતરના વર્ષોમાં ભારત અને યુ.એસ. જેવા લોકશાહી દેશોમાં ઉત્પાદન ક્ષેત્રે થયેલા ઘટાડાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ પરિવર્તનથી મોટા પાયે અસમાનતા અને નારાજગી બહાર આવી છે. જેના ઉપર તાત્કાલિક ધ્યાન દેવા અને સંવાદની જરૂર છે. યુનિવર્સિટીમાં 21મી સદીમાં સાંભળવાનું શીખવું વિષય પર પ્રવચન આપતાં તેમણે કહ્યું, “આપણે એવી દુનિયાની કલ્પના કરી શકતા નથી કે, જ્યાં લોકશાહી પ્રણાલીઓ ન હોય. તેથી, બળ દ્વારા વાતાવરણ ઊભું કરવાને બદલે તમે લોકશાહી વાતાવરણ કેવી રીતે બનાવશો તે અંગે અમને નવા વિચારની જરૂર છે.

તેમણે કહ્યું કે ‘સાંભળવાની કળા’ ખૂબ જ શક્તિશાળી છે. તેમણે કહ્યું કે વિશ્વમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના પ્રવચનને ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. તેની શરૂઆત ભારત જોડો યાત્રાના ઉલ્લેખથી થઈ હતી. રાહુલ ગાંધીએ સપ્ટેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી લગભગ 4,000 કિલોમીટરની પદયાત્રા કરી હતી અને આ યાત્રા ભારતના 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી.

વ્યાખ્યાનનો બીજો ભાગ બીજા વિશ્વયુદ્ધ પછી, ખાસ કરીને 1991માં સોવિયેત યુનિયનના વિઘટન પછી યુએસ અને ચીનના બે અલગ-અલગ વલણો પર કેન્દ્રિત હતો. તેમણે કહ્યું કે મેન્યુફેક્ચરિંગ નોકરીઓ નાબૂદ કરવા સિવાય, યુએસએ 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા પછી તેના દરવાજા ઓછા ખોલ્યા, જ્યારે ચીનની ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની આસપાસના સંગઠનો દ્વારા સંવાદિતાને પ્રોત્સાહન આપ્યું.

તેમના વ્યાખ્યાનના અંતિમ તબક્કાની થીમ વૈશ્વિક સંવાદની અનિવાર્યતા હતી. તેમણે જુદા જુદા દૃષ્ટિકોણને અપનાવવાની નવી રીતોને બોલાવવા માટે વિવિધ પરિમાણોને એકસાથે વણાટ કરવાનો પ્રયાસ કર્યો.

Next Article