રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નિકળ્યા છે, અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

|

Sep 10, 2022 | 7:13 PM

રાહુલ ગાંધીની (Rahul Gandhi) 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) શનિવારે કહ્યું કે તેમણે પહેલા ભારતનો ઈતિહાસ વાંચવો જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે હમણાં જ રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે.

રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નિકળ્યા છે, અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
Amit Shah

Follow us on

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ‘ભારત જોડો યાત્રા’ પર કટાક્ષ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) શનિવારે કહ્યું કે તેમણે પહેલા ભારતનો ઈતિહાસ વાંચવો જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે હમણાં જ રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે. હું તેમને અને કોંગ્રેસીઓને તેમના સંસદના ભાષણમાંથી એક વાક્ય યાદ અપાવું છું કે ભારત રાષ્ટ્ર છે જ નહી. અરે રાહુલ બાબા તમે કયા પુસ્તકમાં વાંચ્યું છે. આ સિવાય તેમણે રાજસ્થાનની ગેહલોત સરકાર પર વોટ બેંક અને તુષ્ટિકરણની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જોધપુર જિલ્લાના રાવણ ચબૂતર મેદાનમાં બીજેપી બૂથ કાર્યકર્તા સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રાહુલ બાબા હમણાં જ ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. વિદેશી ટી-શર્ટ પહેરીને તેઓ ભારતને જોડવા માટે નીકળ્યા છે. ચાલો હું તમને તેમના એક ભાષણની યાદ અપાવી દઉં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર નથી. રાહુલ બાબા, આ તમે કયા પુસ્તકમાં વાંચ્યું છે? આ તે રાષ્ટ્ર છે જેના માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમિત શાહે કહ્યું- રાહુલે ભારતનો ઈતિહાસ વાંચવો જોઈએ

 

 

અમિત શાહે કાયદો અને વ્યવસ્થાને લઈને ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું

સાથે જ અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી ભારતને જોડવા માટે નિકળ્યા છે. મને લાગે છે કે તેમણે ભારતનો ઈતિહાસ વાંચવો જોઈએ. શાહે શનિવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ગેહલોત સરકાર વિકાસના કામ કરી શકતી નથી, તે માત્ર વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ કરી શકે છે.

શાહે કહ્યું કે કોંગ્રેસ સરકાર વિકાસના કામો કરી શકતી નથી. તે રસ્તાઓ બનાવી શકતા નથી, વીજળી આપી શકતા નથી, રોજગારી આપી શકતા નથી. કોંગ્રેસ વોટબેંકનું તુષ્ટિકરણ કરીને જ રાજનીતિ કરી શકે છે. સાથે જ કહ્યું કે કોંગ્રેસ માત્ર પોકળ વચનો જ આપી શકે છે, તે વચનો પૂરા કરી શકતી નથી.

Published On - 7:13 pm, Sat, 10 September 22

Next Article