રાહુલ-લાલુ રેસિપીને લઈ વિવાદ ! રાહુલ ગાંધીએ લાલુ યાદવ સાથે મટન બનાવતો વીડિયો કર્યો શેર, જુઓ Video

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી RJD સુપ્રીમો લાલુ યાદવ પાસેથી બિહારના પ્રસિદ્ધ ચંપારણમાં મટન બનાવતા શીખી રહ્યા હોય એવો વીડિયો યુટ્યુબ ચેનલ પર શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ વીડિયોના કેપ્શન લખ્યું છે કે 'લાલુજીની સિક્રેટ રેસિપી અને રાજનીતિક મસાલા'. રાહુલ ગાંધીના આ વીડિયો બાદ પ્રવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓની લાગણી દુભાવવાનો આક્ષેપ કરતું ટ્વીટ ભાજપ પ્રવક્તા સંબીત પાત્રા દ્વારા કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે.

રાહુલ-લાલુ રેસિપીને લઈ વિવાદ ! રાહુલ ગાંધીએ લાલુ યાદવ સાથે મટન બનાવતો વીડિયો કર્યો શેર, જુઓ Video
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 03, 2023 | 7:52 PM

છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી ખેડૂતો, વિદ્યાર્થીઓ, ગેરેજમાં કે અન્ય જગ્યા પર પહોંચી એના વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જેમાં લેટેસ્ટ વીડિયો RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ સાથેનો સામે આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી લાલુ યાદવ સાથે બિહારનું પ્રખ્યાત ચંપારણમાં મટન બનાવતા શીખી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધી લાલુ પ્રસાદ યાદવની સાથે વાતચીત કરતા રસોઈ બનાવી રહ્યા છે અને રાજનીતિક ચર્ચા પણ કરી રહ્યા છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

દિલ્હી સ્થિત લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાને બનાવેલ આ વીડિયો સમયે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને મિસા ભારતી પણ હાજર હતા. રાહુલે આ વીડિયો સાથે ટેગ લાઇન લખી છે કે ‘લાલુજીની સિક્રેટ રેસિપી અને રાજનીતિક મસાલા’. રાહુલ ગાંધીએ મટન અને રાજનીતિ વચ્ચેના ફરક અંગે લાલુજીને સવાલ કરતા લાલુજીએ હાલની રાજનીતિને સંદર્ભમાં રાખી કહ્યું કે મિક્સિંગ વગર રાજનીતિ નથી થઈ શકતી.

આ પણ વાંચો : G-20 Delhi : 5 મોટી હોસ્પિટલના ડોક્ટરોની 80 ટીમો બનાવવામાં આવી, 24 કલાક હાઈ એલર્ટ પર રહેશે

પવિત્ર શ્રાવણમાં નોનવેજ બનાવતો વીડિયો બનાવી હિન્દુઓની લાગણી દુભાવી : સંબિત પાત્રા

રાહુલ ગાંધીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે રાજનીતિક મસાલા અને વીડિયો વાયરલ થયા બાદ તુરંત જ એ તડકા પણ જોવા મળ્યો અને ભાજપ ના પ્રવક્તા સંબીત પાત્રાએ પવિત્ર માસ શ્રાવણમાં હિન્દુઓની લાગણી દુભાવવાનો આક્ષેપ પણ કરી દીધો. પવિત્ર શ્રાવણ માસમાં હિંદુઓ નોનવેજ નથી આરોગતા ત્યારે રાહુલ ગાંધી નોનવેજ બનાવતા વીડિયો આવ્યા બાદ સંબિત પાત્રા એ ટ્વીટ કર્યું છે કે દેવાધિદેવ મહાદેવના અતિ પ્રિય માસમાં કોંગ્રેસ પક્ષ અને તેની ઈકોસિસ્ટમ દ્વારા પ્રાયોજિત કહેવાતા ‘શિવભક્ત રાહુલ ગાંધી’એ જાણીજોઈને ‘લાઈટ, કેમેરા અને માઈકથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આવા કૃત્યો કર્યા એ શરમજનક. યાદ રાખો, દેશની જનતા બધું જોઈ રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">