Rahul Gandhiએ કહ્યુ, ”અન્યાય સામેની આ જીત મુબારક”, તો પ્રિયંકા ગાંધીએ કહ્યુ, ”ચૂંટણીમાં હાર દેખાવા લાગી તો હકીકત સમજાઇ”

|

Nov 19, 2021 | 12:42 PM

Farm laws : કોંગ્રેસ અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરતુ આવ્યુ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ બિલ પરત લેવાની જાહેરાત કરતા, કોંગ્રેસે આને ખેડૂતોની જીત ગણાવી છે.

Rahul Gandhiએ કહ્યુ, અન્યાય સામેની આ જીત મુબારક, તો પ્રિયંકા ગાંધીએ કહ્યુ, ચૂંટણીમાં હાર દેખાવા લાગી તો હકીકત સમજાઇ
Rahul Gandhi and Priyanka Gandhi (File Photo)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ, 3 કૃષિ કાયદા(Agricultural laws) પરત ખેંચવાની જાહેરાત કરી છે. દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સંસદના આગામી સત્રમાં ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે વડાપ્રધાનના આ નિર્ણયને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ અન્યાય સામેની જીત ગણાવી છે. તો પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)એ કહ્યુ કે ચૂંટણીમાં હાર દેખાવા લાગી તો હવે સરકારને હકીકત સમજમાં આવી છે.

કોંગ્રેસ અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૃષિ કાયદાનો વિરોધ કરતુ આવ્યુ છે. પહેલા ઘણી વાર આ કાયદાને લઇને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ આ બિલને લઇને વિરોધ દર્શાવેલો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૃષિ બિલ પરત લેતા કોંગ્રેસે આને ખેડૂતોની જીત ગણાવી છે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ કાયદા બિલ પરત લેવાની જાહેરાત બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ અને કહ્યુ હતુ કે ‘દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાહુલ ગાંધીનું હાલનું ટ્વિટ
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન! જય હિંદ, જય હિંદના ખેડૂત!

 


રાહુલ ગાંધીએ અગાઉ આપેલુ નિવેદન

કૃષિ આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં અગાઉ 14 જાન્યુઆરી 2021એ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ”ખેડૂતો જે કરી રહ્યા છે તેના પર મને ગર્વ છે અને હું તેમને પુરો સપોર્ટ કરુ છું. હું તેમની સાથે હંમેશા રહીશ.”રાહુલ ગાંધીએ આ સમયે એમ પણ કહ્યુ હતુ કે મારા શબ્દોને નોંધી લો. સરકારને આ કાયદાને પરત ખેંચવાની ફરજી પડશે. હું જે કહું છુ તેને યાદ રાખજો.”

પ્રિયંકા ગાંધીનું ટ્વિટ
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ છે કે ,” તમારા ભાગ્ય અને તમારા બદલાતા વલણ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ખેડૂત હંમેશા આશીર્વાદ મેળવશે.જય જવાન, જય કિસાન, જય ભારત.”

 

અન્ય એક ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યુ કે , ”..તેમને લાકડીઓ વડે માર માર્યો, ધરપકડ કરી. હવે તમે ચૂંટણીમાં હાર જોવા માંડો છો, પછી અચાનક તમને આ દેશનું સત્ય સમજાવાનું શરૂ થયું – કે આ દેશ ખેડૂતોએ બનાવ્યો છે, આ દેશ ખેડૂતોનો છે, ખેડૂત આ દેશનો સાચો રખેવાળ છે અને કોઈ સરકાર આ દેશના ખેડૂતોના હિતને કચડીને આ દેશને ચલાવી શકતી નથી”

આ પણ વાંચોઃ Agricultural Bills : કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે : રામ મોકરિયા

આ પણ વાંચોઃ Kisan Andolan News: કૃષિ કાયદા પરત લેવાની PM મોદીની જાહેરાત પર ટિકૈતે કહ્યું- આંદોલન હમણા પાછું નહીં ખેંચાય

 

Published On - 12:35 pm, Fri, 19 November 21

Next Article