Rahul gandhi: આજથી બે દિવસની કેરળ યાત્રા પર રાહુલ ગાંધી, પોતાના મત વિસ્તાર વાયનાડની લેશે મુલાકાત

|

Dec 22, 2021 | 7:52 AM

વાયનાડના સાંસદ રાહુલ ગાંધી, ધારાસભ્ય ટી સિદ્દીક (T Siddique)ની ઓફિસનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ પોઝુથાણામાં લગભગ 4 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલ અકુર (અથિમોલા)- ચથોથ રોડનું ઉદ્ઘાટન કરશે.

Rahul gandhi: આજથી બે દિવસની કેરળ યાત્રા પર રાહુલ ગાંધી, પોતાના મત વિસ્તાર વાયનાડની લેશે મુલાકાત
Rahul Gandhi (File)

Follow us on

Rahul Gandhi on Two Day Kerala Visit: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બુધવારે બે દિવસીય કેરળની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડ(Wayanad) ની પણ મુલાકાત લેશે. અહીં ગાંધી કોંગ્રેસના કલપટ્ટા ધારાસભ્યના કાર્યાલય અને નવા રોડનું ઉદ્ઘાટન કરવાના છે. તેઓ સવારે 10 વાગ્યે પૂર્વ ધારાસભ્ય સી મોઇકુટ્ટીની યાદમાં આયોજિત બેઠકમાં હાજરી આપશે. જેનું આયોજન કોઝિકોડના પેરિશ હોલમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેઓ સવારે 11 વાગ્યે રાહુલ બ્રિગેડની એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપશે. 

આ પછી વાયનાડના સાંસદ રાહુલ ગાંધી બપોરે 3 વાગે તેમના સંસદીય ક્ષેત્રની મુલાકાત લેશે. અહીં તેઓ ધારાસભ્ય ટી સિદ્દીક (T Siddique)ની ઓફિસનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ પોઝુથાણામાં લગભગ 4 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલ અકુર (અથિમોલા)- ચથોથ રોડનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા ઓગસ્ટમાં રાહુલ ગાંધી ત્રણ દિવસીય પ્રવાસ પર કેરળ આવ્યા હતા. અહીં તેમણે પહેલા દિવસે પોતાના સંસદીય ક્ષેત્રમાં પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

ઓગસ્ટમાં પણ વાયનાડ ગયા હતા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS) હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. તેમની વાયનાડ મુલાકાતના બીજા દિવસે, તેમણે વર્ગ XII માં 100 ટકા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને મળ્યા અને તેમનું સન્માન કર્યું. વાયનાડની વાત કરીએ તો, આ જિલ્લાને કેરળમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો માનવામાં આવે છે. તેની અસર વાયનાડ લોકસભા મતવિસ્તાર પર જોવા મળી રહી છે. જ્યાં 90 ટકાથી વધુ ગ્રામીણ વસ્તી રહે છે. આ લોકસભા મતવિસ્તારમાં 80 થી વધુ ગામો અને 4 શહેર આવેલા છે.

કેરળમાં બે નેતાઓની હત્યા

રાહુલ ગાંધી એવા સમયે કેરળના પ્રવાસે જઈ રહ્યા છે જ્યારે અહીં રાજકીય કિન્નાખોરીના કારણે વાતાવરણ ગરમાયું છે. અહીં અલપ્પુઝામાં પહેલા SDPI(Social Democratic Party of India) અને પછી 12 કલાકની અંદર બીજેપી નેતાની હત્યા કરવામાં આવી. જે બાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસને લાગે છે કે ભાજપના નેતાની હત્યા બદલામાં કરવામાં આવી છે.એસડીપીઆઈના રાજ્ય સચિવ કેએસ શાન પર શનિવારે રાત્રે રાજ્યમાં હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. આ પછી બીજેપીના અન્ય પછાત વર્ગ (ઓબીસી) મોરચાના રાજ્ય સચિવ રણજીત શ્રીનિવાસની તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી.

Next Article