લોકસભા ચૂંટણી પરિણામ બાદ હવે કોંગ્રેસ સરકાર બનાવશે કે વિપક્ષમાં રહેશે? રાહુલ ગાંધીએ આપ્યો સવાલનો જવાબ

|

Jun 04, 2024 | 7:53 PM

લોકસભા ચૂંટણી જીતવા પહેલા જે જવાબ રાહુલ ગાંધી પાસે હોવો જોઈએ તેનો જવાબ તેમની પાસે ન હતો. આજે ચૂંટણી પરિણામ બાદ જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દા પર વાત કરી હતી. ખાસ કરીને જ્યારે તેમણે સરકાર બનાવવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે પત્રકારો પણ સાંભળતા રહી ગયા હતા.

તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. 542 મતવિસ્તારો માટે સવારે 8 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ હતી. ભારતીય ચૂંટણી પંચ તેની સત્તાવાર વેબસાઈટ results.eci.gov.in પર લાઈવ અપડેટ્સ અને પરિણામો મળશે.

આજે આ પરિણામ બાદ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ સરકાર બનાવવા અંગે મોટી વાત કરી હતી.

સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આવતીકાલે INDIA ગઠબંધનની બેઠક બાદ તેઓ નક્કી કરશે કે આગળ શું કરવું. આજે આપણી પાસે આ પ્રશ્નનો જવાબ નથી, કાલે મળીશું. બેમાંથી કઈ બેઠક તેઓ રાખશે તેવા પ્રશ્ન પર તેમણે બંને બેઠકના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હું થોડું વિચારીને પૂછીશ અને પછી નિર્ણય લઈશ.

Published On - 6:49 pm, Tue, 4 June 24

Next Video