Rahul Gandhi ED Summon Day 3 : રાહુલ ગાંધી માટે ED ઓફિસથી કોંગ્રેસ ઓફિસ સુધી હોબાળો : ટાયર બાળ્યું, પોલીસ સાથે કરી ઝપાઝપી

|

Jun 15, 2022 | 1:19 PM

National Herald Case :  નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની કરાઈ રહેલી પૂછપરછના વિરોધમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને PM મોદી અને કેન્દ્ર સરકાર પર ઉગ્ર વાકપ્રહાર કર્યા હતા.

Rahul Gandhi ED Summon Day 3 : રાહુલ ગાંધી માટે ED ઓફિસથી કોંગ્રેસ ઓફિસ સુધી હોબાળો : ટાયર બાળ્યું, પોલીસ સાથે કરી ઝપાઝપી
Congress workers burn tires

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ED દ્વારા સતત ત્રીજા દિવસે કરાઈ રહેલી પૂછપરછ સામે કાર્યકરોએ પાર્ટી હેડક્વાર્ટરની બહાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ED ઓફિસની બહાર ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો, જ્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ગૃહમંત્રી પર નિશાન સાધ્યું હતું. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે (Ashok Gehlot) કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રાહુલ ગાંધી પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચી ગયા છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આ 8 વર્ષનો કાળો અધ્યાય છે, જો આ 8 વર્ષ ઈતિહાસમાં જોવામાં આવે તો તેને કાળા અધ્યાય તરીકે જોવામાં આવશે કારણ કે તેમા વ્યપાકપણે બંધારણીય ભંગનો સમાવેશ થાય છે.” લોકશાહી જોખમમાં છે અને સમગ્ર દેશવાસીઓ ખૂબ જ દુઃખી અને તણાવમાં છે.

અશોક ગેહલોતે કહ્યું કે, ગલીઓમાં તણાવ છે, એવું વાતાવરણ સર્જાયું છે કે રાહુલ ગાંધીએ લંડનમાં જે કહ્યું કે કેરોસીન છાંટવામાં આવ્યું છે, તેનો અર્થ શું છે તે સમજવું જોઈએ? આ શું થઈ રહ્યું છે. રામ નવમી પર સાત રાજ્યોમાં રમખાણો ફાટી નીકળ્યા, શુક્રવારની નમાજ દરમિયાન પણ આવું જ થયું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા દેશના દરેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને તેથી જ તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ભૂપેશ બઘેલે કહ્યું કે ભાજપનો રાષ્ટ્રવાદ આયાતી રાષ્ટ્રવાદ છે, જે પણ રાષ્ટ્રવાદના વિરોધમાં છે તેને દબાવીને કચડી નાખવામાં આવે છે.

Next Article