રાહુલ ગાંધી કાયદાકિય લડત હારે છે તો શું રાજકીય કારકિર્દી પર લાગશે પ્રશ્નાર્થ ? જો અને તો વચ્ચે આ રહેશે હવે વિકલ્પ

ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચૂકાદો આપતા કહ્યું છે કે ટ્રાયલ કોર્ટનો દોષિત ઠેરવવાનો આદેશ વાજબી છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી અને આથી રાહુલ ગાંધીને સજા માંથી માફિ આપવાની અરજી ફગાવી દેવામાં આવે છે.

રાહુલ ગાંધી કાયદાકિય લડત હારે છે તો શું રાજકીય કારકિર્દી પર લાગશે પ્રશ્નાર્થ ? જો અને તો વચ્ચે આ રહેશે હવે વિકલ્પ
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 2:38 PM

Rahul Gandhi: રાહુલ ગાંધીને મોદી સરનેમ પર ટિપ્પણી કરવી ભારી પડી ગઈ છે. પહેલા સંસદ સભ્ય પદ ગયા પછી ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. મોદી અટકના મામલામાં રાહુલ ગાંધીએ 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી જેના પર રાહુલ ગાંધી સજા પર રોક લગાવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર ચુકાદો આપતા જિલ્લા હાઈકોર્ટે રાહુલ ગાંધીની એ અરજીને ફગાવી દીધી છે, એટલે કે રાહુલ ગાંધી ફરી સાંસદ સભ્ય નહી બની શકે.

ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચૂકાદો આપતા કહ્યું છે કે ટ્રાયલ કોર્ટનો દોષિત ઠેરવવાનો આદેશ વાજબી છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી અને આથી રાહુલ ગાંધીને સજા માંથી માફી આપવાની અરજી ફગાવી દેવામાં આવે છે.

રાહુલ ગાંધી પાસે હવે કયો વિકલ્પ?

આ નિર્ણય બાદ, રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં અથવા સંસદ સભ્ય (MP) તરીકેના તેમના પદના સસ્પેન્શનને રદ કરવાની માંગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે રાહુલ ગાંધી પાસે હવે કયો વિકલ્પ બચ્યો છે. તો જણાવી દઈએ કે રાહુલ ગાંધી હવે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના ઘણા નેતાઓનું કહેવું છે કે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે અને તેના માટે તેઓ આગળ કાર્યવાહી પણ કરશે અને સુપ્રિમ કોર્ટમાંથી ન્યાય મેળવીને રહેશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ત્યારે રાહુલ ગાંધી પાસે આ એક માત્ર વિકલ્પ છે જો સુપ્રિમ કોર્ટ આ મામલે રાહુલ ગાંધીના પક્ષમાં નિર્ણય કરે તો રાહુલ ગાંધી આગામી ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધા બાદ આરજી કરનાર અરજદાર પૂર્ણેશ મોદીએ કહ્યું કે અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. રાહુલ ગાંધીએ વિચારવું જોઈએ અને તેમણે આવું નિવેદન ન આપવું જોઈએ. જો કે આવા નિવેદનો આપવાનો તેમનો ઇતિહાસ રહ્યો છે અને ઘણી વાર તે આવા નિવેદનો આપી ચૂક્યા છે.

શું છે સમગ્ર મામલો?

રાહુલ ગાંધીના મોદી સરનેમ પર વિવાદાસ્પદ નિવેદન આપતા સમગ્ર મામલો ગરમાયો હતો. જે બાદ સુરતના ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોચ્યોં. મે મહિનામાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

ન્યાયાધીશે કહ્યું હતું કે તેઓ ઉનાળાના વેકેશન પછી અંતિમ આદેશ પસાર કરશે. રાહુલ ગાંધીના વકીલે 29 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે જામીનપાત્ર અને નોન-કોગ્નિઝેબલ ગુના માટે મહત્તમ બે વર્ષની સજાનો અર્થ એ છે કે તેમના અસીલ તેમની લોકસભાની બેઠક ગુમાવી શકે છે.

23 માર્ચે, સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ 2019ના કેસમાં IPC કલમ 499 અને 500 ગુનાહિત માનહાનિના કેસ હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી છે. કોર્ટના આ નિર્ણય બાદ પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટની જોગવાઈઓ હેઠળ રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. રાહુલે 2019ની લોકસભા ચૂંટણીમાં વાયનાડથી ચૂંટણી જીતી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">