કાર્યકાળના શરુઆતથી રાહુલ ગાંધી લોકસભામાં કેટલી વાર રહ્યા હાજર અને કેટલી વાર ગેરહાજર ? જાણો શું કહે છે રિપોર્ટ
કાર્યકાળના શરુઆતથી રાહુલ ગાંધી અત્યાર સુધી લોકસભામાં કેટલી વખત હાજર રહ્યા છે અને શું કહે છે તેમની લોકસભા હાજરીનો રિપોર્ટ ચાલો જાણીએ.
Rahul Gandhi On Parliament: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે 137 દિવસ બાદ લોકસભામાં ફરી વાપસી કરતા જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધી ચર્ચા શરૂ કરશે તેમ હતું પરંતુ તેમના સ્થાને ગૌરવ ગોગોઈએ પ્રસ્તાવ મુક્યો અને ચર્ચા શરૂ કરી છે. ત્યારે રાહુલ ગાંધી તેમના કાર્યકાળના શરુઆતથી અત્યાર સુધી લોકસભામાં કેટલી વખત હાજર રહ્યા છે અને શું કહે છે તેમની લોકસભા હાજરીનો રિપોર્ટ ચાલો જાણીએ.
એક વર્ષમાં કેટલી વાર મળે છે પાર્લામેન્ટમાં બેઠક?
કલમ 85ના આધારે સંસદની બે બેઠકો વચ્ચે છ મહિનાથી વધુનું અંતર નથી. તેથી, વર્ષમાં ઓછામાં ઓછી બે બેઠકો હોવી જોઈએ. ભારતીય સંસદીય પરંપરાના આધારે, સંસદની સામાન્ય રીતે એક વર્ષમાં ત્રણ બેઠકો મળે છે, ફેબ્રુઆરી-મેની બેઠકને બજેટ સત્ર, જુલાઈ-સપ્ટેમ્બરની બેઠકને મોનસૂન સત્ર અને નવેમ્બર-ડિસેમ્બરની બેઠકને શિયાળુ સત્ર કહેવામાં આવે છે. ત્યારે હવે મળતી બેઠકોમાં રાહુલ કેટલી વખત હાજર રહ્યા ચાલો સમજીએ.
રાહુલ ગાંધીની લોકસભામાં હાજરી માત્ર 52 %
- 2014 પ્રથમ સત્ર 67%, શિયાળુ સત્ર 45%, બજેટ સત્ર 81%
- 2015 શિયાળુ સત્ર 70%, ચોમાસુ સત્ર 53%, બજેટ સત્ર 31%
- 2016 શિયાળુ સત્ર 57%, ચોમાસુ સત્ર 50%, બજેટ સત્ર P.2 54%, બજેટ સત્ર P.1 63%
- 2017 શિયાળુ સત્ર 38%, ચોમાસુ સત્ર 58%, બજેટ સત્ર 45%
- 2018 શિયાળુ સત્ર 38%, ચોમાસુ સત્ર 58%, બજેટ સત્ર 45%
- 2019 શિયાળુ સત્ર 40%, બજેટ સત્ર 57%
- 2020 ચોમાસુ સત્ર 0%, બજેટ સત્ર 70%
- 2021 શિયાળુ સત્ર 83%, ચોમાસુ સત્ર 71%, બજેટ સત્ર 54%,
- 2022 શિયાળુ સત્ર 0%, ચોમાસુ સત્ર 56%, શિયાળુ સત્ર 2022 0%
- 2023 શિયાળુ સત્ર 2022 0%
અવિશ્વાસ પ્રસ્તાવ 16 કલાક થશે ચર્ચા
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો સમય જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ ચર્ચાનો સમય પહેલા 12 કલાક ફાળવામાં આવ્યો હતો જે વધારીને 16 કલાક કરી દેવામાં આવ્યો છે. તેમજ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર PM નરેન્દ્ર મોદી ગુરૂવારે ચર્ચાનો જવાબ આપશે.