સુરત લોકસભા બેઠક મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ સરકારને ઘેરી, તાનાશાહીની અસલી સૂરત ફરી એકવાર દેશની સામે, – નામ લીધા વિના ટ્વીટથી પ્રહાર

|

Apr 22, 2024 | 7:50 PM

સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીતની સાથે રાહુલ ગાંધીએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ કે તાનાશાહની અસલી સૂરત ફરી એકવાર દેશની સામે છે. જનતાને વોટથી વંચિત રાખવા બાબા સાહેબ આંબેડકરના બંધારણને સમાપ્ત કરવા તરફનું આ પગલુ છે.

સુરત લોકસભા બેઠક મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ સરકારને ઘેરી, તાનાશાહીની અસલી સૂરત ફરી એકવાર દેશની સામે, - નામ લીધા વિના ટ્વીટથી પ્રહાર

Follow us on

ગુજરાતમાં સુરત લોકસભા સીટ પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ સાંસદ ચૂંટાઈ આવતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. હવે આ મુદ્દે રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ હું વારંવાર કહી રહ્યો છુ આ ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નથી પરંતુ બંધારણ બચાવવા માટે પણ છે.

ગુજરાતમાં સુરત લોકસભા સીટ પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું નામાંકન રદ થઈ જતા બાકીના અપક્ષ ઉમેદવારોએ પણ નામાંકન પરત લઈ લીધા. જે બાદ તેમને બિનહરીફ સાંસદ જાહેર કરવામા આવ્યા. ચૂંટણી પહેલા જ ભાજપની આ બિનહરીફ જીત પર કોંગ્રેસે નિશાન સાધ્યુ છે. કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત લઈ લેતા તેના પર પણ સવાલ ઉઠાવ્યા છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

રાહુલ ગાંધીએ કહ્યુ કે તાનાશાહની અસલી સૂરત ફરી એકવાર દેશની સામે છે. તેમણે કહ્યુ જનતા પાસેથી તેનો નેતા ચૂંટવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવા તરફનું વધુ એક પગલુ છે. હું ફરી એકવાર કહી રહ્યો છુ કે આ ફક્ત સરકાર બનાવવા માટેની ચૂંટણી નથી. આ દેશના બચાવવા અને સંવિધાનની રક્ષા કરવા માટેની ચૂંટણી છે.

જયરામ રમેશે સમજાવી જીત પાછળની ક્રોનોલોજી

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત પાછળની ક્રોનોલોજી સમજાવી. રમેશે કહ્યુ કે પહેલા સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના નામાંકનમાં ખામીઓ ગણાવતા તેને રદ કરી દીધુ. અધિકારીએ ત્રણ ટેકેદારની સહીની સત્યતાને લઈને સવાલ ઉઠાવ્યા, કંઈક આવી જ રીતે ચૂંટણી અધિકારીએ ટેકેદારોની સહીમાં ખામી બતાવી. કંઈક આવી જ રીતે કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના નામાંકનને પણ રદ કરી દીધુ. બે નામાંકન રદ થયા બાદ કોંગ્રેસ પાર્ટી અહીં ઉમેદવાર ઉભો ન રાખી શકી.

કોંગ્રેસ બોલી ભાજપ હાર ભાળી ગઈ છે

જયરામ રમેશે આગળ જણાવ્યુ કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને છોડી બાકી તમામ ઉમેદવારોએ તેમનુ નામાંકન પરત લઈ લીધુ. 7 મે એ થનારા મતદાનના લગભગ બે સપ્તાહ પહેલા જ ભાજપ ઉમેદવારે નિર્વિરોધ જીતી ગયા છે. તેમણે કહ્યુ કે MSME માલિકો અને વ્યવસાયિકોની પરેશાની અને ગુસ્સાને જોતા ભાજપ એટલી ડરી ગઈ છે કે તે સુરત લોકસભાના મેચને ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહી છે.

જયરામ રમેશ બોલ્યા- બધુ જ ખતરામાં

તેમણે કહ્યુ સુરતની સીટ ભાજપ 1984ની લોકસભા ચૂંટણીથી સતત જીતતી આવી છે. વર્તમાન સમયમાં આપણી ચૂંટણી, આપણુ લોકતંત્ર, બાબાસાહેબ આંબેડકરનું બંધારણ બધુ જ ખતરામાં છે. હું આ વાતને દોહરાવી રહ્યો છુ કે આપણા જીવનની આ અત્યંત મહત્વની ચૂંટણી છે.

હકીકતમાં સુરતમાં નામાંકન પરત લેવાના અંતિમ દિવસે 8 ઉમેદવારોએ તેમનુ નામાંકન પરત લઈ લીધુ. નામાંકન પરત લેનારાઓમાં બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતીની સાથેસાથો મોટાભાગના અપક્ષ ઉમેદવારો સામેલ હતા. કોંગ્રેસ ઉમેદવારનુ ફોર્મ તો રવિવારથી જ રદ થઈ ગયેલુ હતુ.

ડમી ઉમેદવારનું નામાંકન પણ થયુ રદ

ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારના નામાંકનમાં ટેકેદારોની સહીમાં વિસંગતિ સામે આવ્યા બાદ ફોર્મ રદ કરી દીધુ હતુ. નામાંકન રદ થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ વૈકલ્પિક ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરનારા સુરેશ પડસાલાનું નામાંકન રદ કરી દીધુ. એક ઉમેદવારનું નામાંકન રદ થયા બાદ અને બાકીના અપક્ષોએ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ મેદાનમાં માત્ર મુકેશ દલાલ જ બચ્યા હતા. જે બિનહરીફ વિજેતા બન્યા છે.

આ પણ વાંચો: ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ 7 બેઠકો પર દેવપક્ષનો થયો વિજય

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article