રાહુલ ગાંધીએ લદ્દાખ પર પુછયો સવાલ, વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ-1962માં ચીને કબજો કર્યો એ કેમ નથી કહેતા

|

Jan 29, 2023 | 8:36 AM

લદ્દાખને (Ladakh) લઈને પોલીસ અધિકારીઓનો એક અહેવાલ સામે હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક પેટ્રોલિંગ પોઈન્ટ્સ પર ભારત પેટ્રોલિંગ નથી કરી શકતું. આ રિપોર્ટ પર રાહુલ ગાંધીએ, કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ લદ્દાખ પર પુછયો સવાલ, વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ-1962માં ચીને કબજો કર્યો એ કેમ નથી કહેતા
Rahul Gandhi and S Jaishankar

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અવારનવાર ચીન મુદ્દે ભાજપને ઘેરી રહ્યાં છે. લદ્દાખમાં એક વરિષ્ઠ અધિકારીના અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતે 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 26 ગુમાવ્યા છે. એટલે કે હવે આ પેટ્રોલિંગ પોઈન્ટ ચીનના કબજામાં છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે રાહુલ ગાંધીનું નામ લીધા વગર ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે 1962માં જ્યારે જવાહરલાલ નેહરુ પીએમ હતા, ત્યારે ચીને ભારતના કેટલાક વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. તેમણે કહ્યું કે, કેટલીકવાર કેટલાક લોકો એવા સમાચાર ફેલાવે છે, જે ખોટા છે. તેઓ આ બાબતને એવી રીતે રજૂ કરે છે કે, જાણે તે હમણાં જ બન્યું હોય, પરંતુ વાસ્તવમાં તો તે ખરેખર 1962 માં બન્યું હતું.

એસ. જયશંકરને પુણેમાં તેમના પુસ્તક ધ ઈન્ડિયા વેના મરાઠી અનુવાદ, ભારત માર્ગના વિમોચન દરમિયાન કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને ચીન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આના જવાબમાં તેમણે કહ્યું કે તેમણે આ વાત સવાલ-જવાબ સત્ર દરમિયાન કહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ નદી જળ સંધિ (IWT) અંગે તેમણે કહ્યું કે આ એક ટેકનિકલ મામલો છે અને બંને દેશોના સિંધુ કમિશનર આ મુદ્દે એકબીજા સાથે વાત કરશે.

કેટલાક લોકો જાણીજોઈને ખોટી માહિતી ફેલાવે છે – જયશંકર

પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન સૈન્ય ગતિરોધને લઈને ભારત સરકારમાં કેટલાક લોકો અથવા રાજકીય પક્ષોના નેતાઓના વિશ્વાસના અભાવ વિશે પૂછવામાં આવતા, વિદેશ પ્રધાને કહ્યું કે વિપક્ષમાં કેટલાક લોકો એવા છે જેમની એવી વિચારસરણી છે. આવા લોકોને સમજાવવા અત્યંત મુશ્કેલ છે. જો કે, તેમણે કહ્યું કે કેટલીકવાર આવા લોકો જાણીજોઈને ચીન વિશે ખોટા સમાચાર અથવા માહિતી ફેલાવે છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

હું તેમને કેવી રીતે જવાબ આપી શકું – જયશંકર

જયશંકરે કહ્યું, જો તમારે પૂછવું હોય કે તેમને વિશ્વાસ કેમ નથી? તેઓ લોકોને કેમ ગેરમાર્ગે દોરી રહ્યા છે, શા માટે તેઓ ચીન વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે? હું આ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપી શકું? કારણ કે હું જાણું છું કે તેઓ પણ રાજનીતિ કરી રહ્યા છે. ક્યારેક તેઓ જાણીજોઈને આવા સમાચાર ફેલાવે છે અને તેઓ જાણે છે કે પોતે સાચા નથી. વિદેશ પ્રધાને કોઈનું નામ લીધા વિના કહ્યું કે, ક્યારેક તેઓ કેટલીક જમીનની વાત કરે છે, જે 1962માં ચીને લઈ લીધી હતી. પરંતુ તેઓ તમને સત્ય નહિ કહે. તેઓ તમને અનુભવ કરાવશે કે આ ઘટના ગઈકાલે જ બની હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓના અહેવાલ પર હંગામો

લદ્દાખ ક્ષેત્રના અહેવાલ પર કેટલાક નેતાઓએ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ લદ્દાખના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના અહેવાલને પણ ટાંક્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પૂર્વી લદ્દાખમાં 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 26 ગુમાવ્યા છે. આ રિપોર્ટ દિલ્હીમાં દેશના ટોચના પોલીસ અધિકારીઓની કોન્ફરન્સમાં રજુ કરવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર રહ્યા હતા તેવું કહેવાયું છે.

જયશંકરે કહ્યું કે જો મારે (ચીન પર) કંઈક જાણવાની જરૂર હોય તો હું ઈનપુટ લેવા માટે ચીનના રાજદૂત પાસે નહીં, પરંતુ મારા સૈન્ય નેતૃત્વ પાસે જઈશ. ચીનના રાજદૂત સાથે મુલાકાતના મામલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાણકારી મેળવવી મારું કામ છે. હું ચીનના રાજદૂત, (ભારતના) ભૂતપૂર્વ NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર), NE (ઉત્તર પૂર્વ)ના કોંગ્રેસના નેતાઓ અને ભૂટાનના રાજદૂતને મળ્યો હતો.

Next Article