જે ગુણો મને ગુજરાતે આપ્યા છે, તે ગુણો કોંગ્રેસીઓને ગમતા નથી, કોંગ્રેસી મને રાવણ-હિટલર કહે છે : PM MODI

|

Dec 01, 2022 | 1:14 PM

કલોલમાં (pm modi)વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તમારી પાંચેય આંગળીઓ ઘીમાં હોય. તો એક આંગળીથી ભાજપનું બટન દબાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસીઓએ મોદીનું અપમાન કર્યું છે. તે તમારું અપમાન છે કે નહીં.

જે ગુણો મને ગુજરાતે આપ્યા છે, તે ગુણો કોંગ્રેસીઓને ગમતા નથી, કોંગ્રેસી મને રાવણ-હિટલર કહે છે : PM MODI
પીએમ મોદીની કલોલમાં જનસભા
Image Credit source: ANI

Follow us on

ગુજરાતમાં આજે મતદાનનો દિવસ છે. ત્યારે પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કલોલમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે જંગી જનસભાને સંબોધી હતી. આ જનસભાને સંબોધન દરમિયાન વડાપ્રધાને વિરોધી પક્ષોને આડે હાથ લીધા હતા. આ સભા દરમિયાન મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસને નિશાન બનાવીને કહ્યું કે કોંગ્રેસમાં ગાળો આપવાની જાણે કે સ્પર્ધા ચાલી રહી છે. કોંગ્રેસીઓ મને હિટલર સાથે સરખાવે છે. તો ક્યારેક કોંગ્રેસીઓ મને રાવણની સાથે પણ સરખાવે છે.

કોંગ્રેસ મારા સદગુણોથી હેરાન-પરેશાન છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કલોલમાં ચૂંટણી સભાને સંબોધન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શું તમને નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું છે. તે યોગ્ય લાગે છે. વધુમાં મોદીએ કહ્યું કે હું ગુજરાતનો પનોતો પુત્ર છું તે આપ સૌનું અપમાન છે કે નહીં ? નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે “હું ગુજરાતનો સંતાન છું. ગુજરાતની પ્રજા થકી મને જે ગુણો મળ્યા છે, ગુજરાતની જનતાએ મને અદભૂત શક્તિ પ્રદાન કરી છે, ગુજરાતની પ્રજાએ મને જે સદગુણો આપ્યા છે, આ તમામ સદગુણો કોંગ્રેસીઓને ગમતા નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું, “જો તમારી પાંચેય આંગળીઓ ઘીમાં હોય, તો એક આંગળીથી ભાજપનું બટન દબાવો”.

વિશ્વભરમાં ભારત મોબાઈલ ફોન ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “વર્ષ 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું કે, ભારત મોબાઈલની દુનિયામાં આટલી મોટી ક્રાંતિ કરી શકે છે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો હતો. ત્યારે મોબાઈલ ફોન બનાવવાની બે જ ફેક્ટરીઓ કાર્યરત હતી, આજે અહીં 200થી વધારે ફેક્ટરીઓ છે. હવે ભારત દેશ વિશ્વના સૌથી મોટા મોબાઈલ ફોન ઉત્પાદક તરીકે નામના ધરાવે છે.

 


કોંગ્રેસમાં હરીફાઈ છે કે કોણ સૌથી વધુ દુરુપયોગ કરી શકે – વડાપ્રધાન મોદી

રેલીને સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું  કે, કોંગ્રેસીજનો રામ સેતુને પણ અવગણે છે. કોંગ્રેસમાં પીએમ પદને બદનામ કરવા માટે કોની સૌથી વધુ દુરુપયોગ કરી શકે, તેવી સ્પર્ધા ચાલી રહી છે. કોઈ કહે રાવણ તો કોઈ કહે હિટલર.

Published On - 1:11 pm, Thu, 1 December 22

Next Article