
15 ઓગસ્ટના રોજ રશિયા અને અમેરિકા વચ્ચે એલાસ્કામાં સંધિ થવા જઈ રહી છે. જે ઝેલેન્સ્કીને લઈને છે. જો તે સંધિ થઈ જાય છે, પુતિન માની જાય છે તો ટ્રમ્પ તેને પોતાની જીત તરીકે જોશે. વાત એ છે કે તેઓ કહી રહ્યા હતા કે મેં સીઝફાયર કરાવી દીધું છે. આ કયા સીઝફાયરની વાત છે? એ વાત છે રશિયા અને યુક્રેન યુદ્ધની. જો આ બંને વચ્ચે સીઝફાયર થાય, તો તેના કારણો શોધવામાં આવશે કે મેં ભારતને ધમકાવ્યું હતું કે જો તમે તેલ લેશો, તો હું તમારા પર 25% ટેરિફ લગાવી દઈશ. પરિણામ શું નીકળ્યું? ટેરિફના ડરથી ભારત રશિયા સુધી પહોંચી ગયું અને ડોભાલ દ્વારા ક્યાંક એ તો નથી કહેવાડાવી દીધુ કે તમે માની જાઓ, કારણ કે અમારા પર ટેરિફ આવી ગયો છે. કંઈક આ જ પ્રકારના નિવેદનો આવનારા સમયમાં ટ્રમ્પ 15 ઓગસ્ટ પછી આપી શકે છે. વિશ્લેષકોનો દાવો છે કે તમે નોંધી રાખજો કે જો 15 ઓગસ્ટના રોજ જો રશિયા યુક્રેનનું સીઝફાયર થઈ ગયુ તો...
Published On - 9:42 pm, Thu, 14 August 25