AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMRITSAR : સ્વર્ણમંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબના અપમાનનો પ્રયાસ, SGPCના કર્મચારીઓએ માર મારતા યુવકનું મોત

Golden Temple incident : હાલ આરોપી યુવકની ઓળખ થઈ શકી નથી. ઉપરાંત, તેનો હેતુ શું હતો તે જાણી શકાયું નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી હિન્દી ભાષી રાજ્યનો છે અને તેની ઉંમર 24-25 વર્ષની આસપાસ છે.

AMRITSAR : સ્વર્ણમંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબના અપમાનનો પ્રયાસ, SGPCના કર્મચારીઓએ માર મારતા યુવકનું મોત
Punjab : Youth tries to sacrilege in Golden Temple accused dies due to beating of SGPC personnel
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 10:21 PM
Share

PUNJAB :પંજાબના અમૃતસરમાં શનિવારે શ્રી હરમંદિર સાહિબ (Golden Temple)માં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ કેસમાં SGPCના કર્મચારીઓએ ગ્રીલ કૂદીને અંદર પ્રવેશેલા આરોપી યુવકને માર માર્યો હતો, જેમાં પાછળથી તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, શનિવારે સાંજે લગભગ 6 વાગ્યે રહીરસ સાહેબના પાઠ દરમિયાન યુવકે અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી યુવકે ગ્રીલ પર ચઢીને પ્રવેશ કર્યો હતો અને પવિત્ર ગ્રંથની સામે રાખેલી કિરપાણ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર SGPCના જવાનોએ યુવકને પકડીને બેફામ માર માર્યો હતો. બાદમાં માર મારવાને કારણે આરોપી યુવકનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ શીખ સંગઠનો ત્યાં પહોંચી ગયા અને ઘટના પર નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું. જો કે આ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો.

Amritsar, Punjab | Today, one 24-25-year-old man barged inside (Golden Temple) where the holy book (Guru Granth Sahib) is kept. He tried desecrating it with a sword; was taken out by Sangat people; died in the altercation. Body sent to Civil Hospital: DCP Rampal Singh pic.twitter.com/4pq79BJZXB

— ANI (@ANI) December 18, 2021

આરોપી યુવકની ઉંમર આશરે 24-25 વર્ષ પંજાબ પોલીસે શ્રી હરમંદિર સાહિબની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી દીધા છે. હાલ આરોપી યુવકની ઓળખ થઈ શકી નથી. ઉપરાંત, તેનો હેતુ શું હતો તે જાણી શકાયું નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી હિન્દી ભાષી રાજ્યનો છે અને તેની ઉંમર 24-25 વર્ષની આસપાસ છે.

ઘટનાનું વર્ણન કરતાં ડીસીપી પરમિંદર સિંહ ભંડાલે કહ્યું કે આજે એક 24-25 વર્ષનો વ્યક્તિ સુવર્ણ મંદિરની અંદર પ્રવેશ્યો, જ્યાં પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબ રાખવામાં આવ્યો છે. યુવકે ત્યાં રાખેલા કિરપાણ વડે તેને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દરમિયાન ત્યાં હજાર રહેલા લોકોએ તેને ત્યાંથી બહાર કાઢ્યો. બાદમાં તે માર મારવાથી મૃત્યુ પામ્યો. યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો : KUTCH : ઠંડા અને સૂકા પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા, નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">