પંજાબ: અમૃતસરમાં પોલીસની સામે જ શિવસેનાના નેતા સુધીર સૂરી પર ફાયરિંગ, જુઓ હ્રદયદ્રાવક Video
આ પહેલા ગુરુવારે પણ શિવસેનાના એક નેતાના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પંજાબ (Punjab) શિવસેનાના નેતા અશ્વિની ચોપરાના ઘરે પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોટરસાઇકલ પર આવેલા બે બદમાશોએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો.
પંજાબના અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના શહેરના એક મંદિરની બહાર બની હતી. શિવસેનાના નેતાઓ મંદિરની બહાર ધરણા કરી રહ્યા હતા ત્યારે ભીડમાંથી કોઈએ સૂરીને ગોળી મારી દીધી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના પર અનેક રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી છે. પોલીસે સુરતીનો મૃતદેહ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
પંજાબમાં કાયદો અને સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા
મળતી માહિતી મુજબ શિવસેનાના નેતા સુધીર સૂરી મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમના ધરણાને સમર્થન આપવા માટે ત્યાં ભારે ભીડ હતી. આ દરમિયાન ત્યાં હાજર હુમલાખોરે તેના પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ સુધીર સૂરીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મામલાની ગંભીરતાને જોતા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. હત્યા બાદ પંજાબમાં કાયદો અને સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. શિવસેનાના નેતાને રાજનીતિમાં પાર્ટીનો મોટો ચહેરો માનવામાં આવતો હતો.
View this post on Instagram
ગઈકાલે પણ પંજાબ શિવસેનાના નેતાના ઘરે ફાયરિંગ થયું હતું.
આ પહેલા ગુરુવારે પણ શિવસેનાના એક નેતાના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ટિબ્બા રોડ પર ગ્રેવાલ કોલોનીમાં પંજાબ શિવસેનાના નેતા અશ્વિની ચોપરાના ઘરે પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોટરસાઇકલ પર આવેલા બે બદમાશોએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવીના આધારે પોલીસ બદમાશોને શોધી રહી છે.
પોલીસે હુમલાખોરની ધરપકડ કરી હતી
અમૃતસરમાં હિંદુ નેતા સુધીર સૂરીની હત્યા મામલે પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા હુમલાખોરનું નામ સંદીપ સિંહ જણાવવામાં આવી રહ્યું છે. હુમલાખોરે શા માટે આ ઘટનાને અંજામ આપ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે હજુ પણ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે.