Punjab: પંજાબમાં પાર્કની દિવાલ પર લખાયું ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’, પોલીસે આ મામલે FIR નોંધી

|

May 13, 2022 | 3:04 PM

આ મામલે વધુ વિગતો આપતા SSP એ (Punjab Police) કહ્યું, અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ટીમ આ મામલે કામ કરી રહી છે અને FIR પણ નોંધવામાં આવી છે.

Punjab: પંજાબમાં પાર્કની દિવાલ પર લખાયું ખાલિસ્તાન ઝિંદાબાદ, પોલીસે આ મામલે FIR નોંધી
Punjab - Khalistani Slogan

Follow us on

પંજાબના ફરીદકોટમાં એક પાર્કની દિવાલ પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’નું (Khaistan) લખાણ જોવા મળ્યું છે. આ પાર્ક બાઝીગર બસ્તીમાં આવેલું છે. બનાવની જાણ થતાં જ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મામલે વધુ વિગતો આપતા SSP એ (Punjab Police) કહ્યું, અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ટીમ આ મામલે કામ કરી રહી છે અને FIR પણ નોંધવામાં આવી છે. પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે, સાથે જ નાકા ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી છે. હમણાં જ બે દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે મોહાલી બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી નિશાન સિંહની ફરીદકોટથી ધરપકડ કરવામાં આવી છે.

પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ વિંગના હેડક્વાર્ટર પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ છોડવામાં આવ્યો હતો. ઘટનાના એક દિવસ પછી, પોલીસે હુમલામાં વપરાયેલ લોન્ચર પણ કબજે કર્યું હતું. નિશાન સિંહ તરનતારન જિલ્લાના કુલ્લા ગામનો રહેવાસી છે. મોહાલી બ્લાસ્ટ કેસમાં તેની ભૂમિકા અંગે પૂછપરછ કરવામાં આવશે. તે પહેલાથી જ ફોજદારી કેસનો સામનો કરી રહ્યો છે.

‘લશ્કર-એ-ખાલસા’ ને લઈ ચેતવણી આપવામાં આવી

નિશાન સિંહ જે કેસનો સામનો કરી રહ્યા છે તેમાં એક હત્યાના પ્રયાસનો અને બીજો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળનો સમાવેશ થાય છે. તેની ધરપકડ પહેલા, ઇન્ટેલિજન્સ બ્યુરોએ અન્ય ગુપ્તચર એજન્સીઓ અને રાજ્ય પોલીસને ‘લશ્કર-એ-ખાલસા’ જૂથની રચના વિશે ચેતવણી આપી છે. એવું કહેવાય છે કે ‘લશ્કર-એ-ખાલસા’ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને લોકોની ભરતી કરે છે. આ સાથે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સોશિયલ મીડિયા પર LeKના નામે હાજરી ધરાવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મોહાલીમાં થયેલા વિસ્ફોટની વાત કરીએ તો અહીં સોમવારે સેક્ટર-77માં હાઈ સિક્યોરિટી બિલ્ડિંગના ત્રીજા માળે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સાંજે 7.45 વાગ્યાની આસપાસ બની હતી. ત્યારથી પંજાબ એલર્ટ પર છે. આ ઘટનાના તાર પણ ખાલિસ્તાન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડાના કહેવા પર કરવામાં આવ્યો છે, જે હાલમાં પાકિસ્તાનમાં છે. એક સમયે પંજાબ યુનિવર્સિટીમાં ભણેલા રિંડા હવે પાકિસ્તાનમાં રહીને ભારતમાં આતંકવાદી મોડ્યુલ ચલાવી રહ્યા છે. તેના પર હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના અનેક આરોપો છે.

Published On - 3:04 pm, Fri, 13 May 22

Next Article