પંજાબ સરકાર જનતા પર મહેરબાન, 36000 કર્મચારીઓને મળશે નોકરી, લઘુત્તમ વેતનમાં પણ વધારો કરવાની મંજૂરી

|

Nov 10, 2021 | 9:12 AM

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Punjab Chief Minister Charanjit Singh Channi)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવા માટે પંજાબ પ્રોટેક્શન એન્ડ રેગ્યુલરાઈઝેશન ઓફ કોન્ટ્રાક્ટ્યુઅલ એમ્પ્લોઈઝ બિલ-2021ને મંજૂરી આપવામાં આવી

પંજાબ સરકાર જનતા પર મહેરબાન, 36000 કર્મચારીઓને મળશે નોકરી, લઘુત્તમ વેતનમાં પણ વધારો કરવાની મંજૂરી
36000 employees will get jobs, minimum wage hike approved By Punjab Govt

Follow us on

Punjab Government: એક મોટો નિર્ણય લેતા પંજાબ (Punjab) કેબિનેટે (Cabinet Approves) મંગળવારે રાજ્યમાં 36,000 કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે. આ તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ, એડહોક, દૈનિક વેતન અને વિવિધ સરકારી વિભાગોમાં હંગામી ધોરણે કામ કરતા હતા. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Punjab Chief Minister Charanjit Singh Channi)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવા માટે પંજાબ પ્રોટેક્શન એન્ડ રેગ્યુલરાઈઝેશન ઓફ કોન્ટ્રાક્ટ્યુઅલ એમ્પ્લોઈઝ બિલ-2021ને મંજૂરી આપવામાં આવી હતી. 

10 વર્ષથી વધુ સેવા આપનાર કર્મચારીઓને ભેટ મળશે

આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “કેબિનેટે આજે એક મોટો નિર્ણય લઈને 36,000 કર્મચારીઓને નિયમિત કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ છે. મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ નિર્ણય સાથે 10 વર્ષથી વધુ સેવા ધરાવતા લગભગ 36,000 કર્મચારીઓની સેવાઓ નિયમિત કરવામાં આવશે. પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લઘુત્તમ વેતનમાં વધારો કરવાની પણ મંજૂરી

અન્ય નિર્ણયમાં, કેબિનેટે 1 માર્ચ, 2020 થી લઘુત્તમ વેતનમાં વધારાને પણ મંજૂરી આપી છે. ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે લઘુત્તમ વેતનમાં સુધારો 1 માર્ચ, 2020 ના રોજ થવાનો હતો. તેમાં 415.89 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તે હવે 8776.83 રૂપિયાથી વધીને 9192.72 રૂપિયા થઈ ગયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે લઘુત્તમ વેતનમાં વધારા સાથે, એક કર્મચારીને 1 માર્ચ, 2020 થી ઓક્ટોબર, 2021 સુધીનું 8,251 રૂપિયાનું એરિયર મળવાનું પણ હકદાર બનશે. 

એરિયર્સ માફ કરવાનું બિલ પણ મંજૂર

અન્ય પગલામાં, કેબિનેટે પંજાબ કોન્ટ્રાક્ટ એગ્રીકલ્ચર એક્ટ, 2013ને રદ્દ કરવાનો નિર્ણય કર્યો. ચન્નીએ જણાવ્યું હતું કે તેમની સરકાર વીજ ખરીદી કરારો, કૃષિ કાયદાઓ પર કેન્દ્રની દરખાસ્ત અને BSFના અધિકારક્ષેત્રને વધારવા માટે કેન્દ્રની સૂચના સંબંધિત બિલ પણ લાવશે. કેબિનેટે પંજાબ એનર્જી સિક્યોરિટી, પીપીએ નાબૂદી અને પાવર ટેરિફ બિલ, 2021 ના ​​પુનઃનિર્ધારણને પણ મંજૂરી આપી હતી.

Published On - 9:10 am, Wed, 10 November 21

Next Article