MP Santokh Singh Chaudhary Death: કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધન, ભારત જોડો યાત્રા દરમિયાન આવ્યો હાર્ટ એટેક
લોકસભાના સાંસદ ઓમ બિરલાએ પણ સંતોખ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વીટ કરીને સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. ભગવાન તેમના આત્માને શાંતી આપે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં પંજાબમાં છે. થોડા દિવસ પહેલા યાત્રામાં સાથે ચાલી રહેલા કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહને હાર્ટ એટેક આવ્યો, તબિયત બગડતી હોવાથી તેમને તાત્કાલિક ફગવાડાના વિર્ક હોસ્ટપિલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને અટકાવી અને તરત જ હોસ્પિટલ માટે રવાના થયા. સંતોખ સિંહ ચૌધરી જલંધર સંસદીય વિસ્તારથી 2014 અને 2019માં ચૂંટણી જીતી હતી.
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ટ્વીટ કર્યુ
ਕਾਂਗਰਸ ਦੇ ਜਲੰਧਰ ਤੋਂ ਮੈਂਬਰ ਪਾਰਲੀਮੈਂਟ ਸੰਤੋਖ ਸਿੰਘ ਚੌਧਰੀ ਜੀ ਦੀ ਬੇਵਕਤੀ ਮੌਤ ਦਾ ਬੇਹੱਦ ਦੁੱਖ ਹੋਇਆ..ਪ੍ਵਮਾਤਮਾ ਵਿੱਛੜੀ ਰੂਹ ਨੂੰ ਸਕੂਨ ਬਖ਼ਸ਼ੇ ..ਵਾਹਿਗੁਰੂ
— Bhagwant Mann (@BhagwantMann) January 14, 2023
તેમના નિધન બાદ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ટ્વીટ કરીને લખ્યું કે જલંધરથી કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અચાનક નિધનથી હું ખુબ દુ:ખી થયો છું. ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.
લોકસભાના સાંસદ ઓમ બિરલાએ શોક વ્યક્ત કર્યો
લોકસભાના સાંસદ ઓમ બિરલાએ પણ સંતોખ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વીટ કરીને સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. ભગવાન તેમના આત્માને શાંતી આપે.
जालंधर से लोकसभा सांसद श्री संतोख सिंह जी के निधन पर शोक व्यक्त करता हूं। सुदीर्घ सार्वजनिक जीवन में जनहित के मुद्दों पर वे सदैव मुखर रहे। सदन में अनुशासन से अपनी बात रखना उनके व्यक्तित्व की खासियत थी। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें। परिजनों के प्रति मेरी संवेदनाएं।
— Om Birla (@ombirlakota) January 14, 2023
2 દિવસની મુસાફરી પછી એક દિવસનો વિરામ
રાહુલ ગાંધીએ 10 જાન્યુઆરીથી પંજાબમાં ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે. પ્રથમ દિવસે ફતેહગઢ સાહેબથી લુધિયાણાના ખન્ના સુધીની યાત્રા કરી હતી. બીજા દિવસે સમરાલાથી શરૂ થયેલી યાત્રા સમરાલા ચોક ખાતે જાહેરસભા સાથે સમાપ્ત થઈ હતી. આ દિવસે રાહુલ ગાંધી સાંજે ચાલ્યા ન હતા અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા હતા. લોહરીના કારણે 13 જાન્યુઆરીએ યાત્રા નીકળી ન હતી. હવે રાહુલ આવતીકાલે ફરી પંજાબ આવશે અને યાત્રા કાઢશે.
પંજાબમાં રાહુલ ગાંધીને સૌથી વધારે સિક્યોરિટી
પંજાબમાં રાહુલ ગાંધીને સૌથી વધારે પોલીસ સિક્યોરિટી આપવામાં આવી છે. રાહુલ ગાંધીની ચારે બાજુ પોલીસનો ઘેરો બનેલો છે. રાહુલ ગાંધીને ત્રી લેયર સિક્યોરિટી આપવામાં આવી રહી છે. જ્યારે આ પહેલા હરિયાણામાં ભારત જોડો યાત્રામાં તેમની ચારે બાજુ સાથે ચાલી રહેલા યાત્રીઓ હતા. તેના કારણે જ રાહુલ ગાંધી પંજાબમાં 350 KMની યાત્રાનો અડધો સફર કારમાં કરશે, તેનું કારણ છે કે ખાલિસ્તાની સંગઠનોએ આપેલા ચેતાવણીનો સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યો છે. શિખ ફોર જસ્ટિસ(SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ધણીવાર રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા માટે ચેતાવણી આપી ચુક્યો છે.