Punjab CM Oath Ceremony: શપથ ગ્રહણ સમારંભમાં Rahul Gandhi રહેશે ગેર હાજર, આ રહ્યું તેની પાછળનું મોટું કારણ

|

Sep 20, 2021 | 9:12 AM

ચરણજીત સિંહ ચન્ની આજે સવારે 11 વાગ્યે રાજ્યના 16 મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે

Punjab CM Oath Ceremony: શપથ ગ્રહણ સમારંભમાં Rahul Gandhi રહેશે ગેર હાજર, આ રહ્યું તેની પાછળનું મોટું કારણ
શપથ ગ્રહણ સમારંભમાં Rahul Gandhi રહેશે ગેર હાજર

Follow us on

Punjab CM Oath Ceremony: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi )પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Punjab CM Charanjit Singh Channi) ના શપથગ્રહણ સમારોહ (Oath Ceremony) માં ભાગ લે તેવી શક્યતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ નાનો હશે અને કેટલાક અન્ય નેતાઓ પણ તેમાં ભાગ લેશે નહીં. ચરણજીત સિંહ ચન્ની આજે સવારે 11 વાગ્યે રાજ્યના 16 મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.

પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC) ના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે મહિનાઓ સુધી ચાલતી ખેંચ-તાણ બાદ કેપ્ટને શનિવારે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. અમરિંદર સિંહે રાજીનામું આપ્યા બાદ કહ્યું કે તેમને “અપમાનિત” લાગ્યું. છેલ્લા બે મહિનામાં કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમને ત્રણ વખત બોલાવવામાં આવ્યા હતા.

પંજાબમાં બદલાતા રાજકીય ચિત્રનો આ ઘટનાક્રમ 2022ની વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા થયો હતો. દલિત નેતા ચન્ની કેપ્ટન અમરિંદર સિંહના મંત્રીમંડળમાં ટેકનિકલ શિક્ષણ મંત્રી હતા અને રાજ્યમાં મુખ્યમંત્રી પદ સંભાળનાર પ્રથમ દલિત શીખ હશે. રવિવારે પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કહ્યું હતું કે ચન્નીને સર્વસંમતિથી કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ધારાસભ્ય પક્ષના નેતા ચન્ની ચૂંટાયા બાદ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ અને પ્રદેશ પ્રભારી હરીશ રાવત (Harsish Ravat ) રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો.

આ રીતે લાગી નામ પર મહોર
સૂત્રો કહે છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ ચન્નીના નામની જોરદાર હિમાયત કરી હતી અને ત્યારબાદ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી અને દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે લાંબા પરામર્શ બાદ ચન્નીના નામને મંજૂરી આપી હતી. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે ચન્નીની આગેવાનીવાળી સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી પણ હોઈ શકે છે. એક નાયબ મુખ્યમંત્રી હિન્દુ હશે અને બીજો નાયબ મુખ્યમંત્રી જાટ શીખ સમુદાયનો હશે. ચન્ની દલિત શીખ (રામદાસિયા શીખ) સમુદાયમાંથી આવે છે.

ચમકૌર સાહિબ બેઠકના ધારાસભ્ય
ચરણજીત સિંહ ચન્ની ભારતના પંજાબ રાજ્યની ચમકૌર સાહિબ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, તેમણે આમ આદમી પાર્ટીના ચરણજીત સિંહને આશરે 12000 મતોથી હરાવ્યા હતા. અગાઉ 2012 ની ચૂંટણીમાં તેઓ લગભગ 3600 મતોની સરસાઈથી જીત્યા હતા. ચરણજીત સિંહ ચન્ની યુથ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા રહ્યા છે અને આ સમય દરમિયાન તેઓ રાહુલ ગાંધીની નજીક આવ્યા હતા.

ચન્ની ગાંધી પરિવારની રહ્યા છે નજીક
પંજાબના નવા મુખ્યમંત્રી માટે નવજોત સિંહ સિદ્ધુ અને સુખજિંદર સિંહ રંધાવા ઉપરાંત સુનીલ જાખર અને પ્રતાપ સિંહ બાજવાનાં નામ પણ ચર્ચામાં હતા. પછી રવિવારે સવારે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અંબિકા સોનીનું નામ સામે આવ્યું, પરંતુ તે પાછળ હટી ગઈ. આ પછી પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીના નામ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચન્નીને ગાંધી પરિવારની નજીક માનવામાં આવે છે.

આ પણ વાંચો: Viral Video: ચોરીમાં પણ ટીમ વર્ક ! આ વિડિયો જોઈને તમે ‘Money Heist’ ની ચોરી પણ ભુલી જશો, જુઓ ચોરી માટે ટીમ વર્ક

આ પણ વાંચો: Income Tax : એક કરતા વધુ ઘરના માલિક છો ? જાણો આવકવેરાનો આ નિયમ નહીંતર પડશો મુશ્કેલીમાં

Next Article