Punjab: ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, 424 VIPની સુરક્ષા પાછી ખેંચી લીધી, નેતાથી લઈને ધાર્મિક નેતા સુધીનો સમાવેશ

|

May 28, 2022 | 10:17 AM

Punab Security Withdrawn Decision: પંજાબ સરકારે તાત્કાલિક અસરથી 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જેમાં રાજકારણીઓથી લઈને ધાર્મિક નેતાઓનો સમાવેશ થાય છે.

Punjab: ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, 424 VIPની સુરક્ષા પાછી ખેંચી લીધી, નેતાથી લઈને ધાર્મિક નેતા સુધીનો સમાવેશ
Big decision of Bhagwant Mann government

Follow us on

Punab Security Withdrawn Decision: પંજાબની ભગવંત માન સરકારે (Punjab Government)  એક મોટો નિર્ણય લેતા 424 VIPની સુરક્ષા તાત્કાલિક અસરથી પાછી ખેંચી લીધી છે. આ લોકોમાં રાજકારણીઓ, નિવૃત્ત પોલીસકર્મીઓ અને ધાર્મિક નેતાઓનો સમાવેશ થાય છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સંબંધિત પોલીસકર્મીઓ અને અન્ય તમામ (જેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે) ને શનિવારે જલંધર કેન્ટ ખાતે વિશેષ પોલીસ મહાનિર્દેશક, રાજ્ય સશસ્ત્ર પોલીસ, જેઆરસી (Punjab Security Withdrawn)ને જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે તેમાં પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પોલીસકર્મીઓ અને હાલમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

 પંજાબના બિયાસમાં આવેલા ડેરા રાધા સ્વામીની સુરક્ષામાંથી 10 કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. મજીઠિયાના ધારાસભ્ય ગણિવ કૌર મજીઠિયાની સુરક્ષામાંથી બે કર્મચારીઓને હટાવવામાં આવ્યા છે. પંજાબના પૂર્વ ડીજીપી પીસી ડોગરાની સુરક્ષામાંથી એક કર્મચારીને હટાવી દેવામાં આવ્યો છે. તેઓ ADGP ગૌરવ યાદવના સસરા છે, જેઓ હાલમાં CMO છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Published On - 10:17 am, Sat, 28 May 22

Next Article