પંજાબમાં AAP સરકારની મુશ્કેલી વધી, સુખબીર સિંહ બાદલે 500 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો, CBI-ED તપાસની કરી માગ

|

Aug 31, 2022 | 4:46 PM

શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ અને અન્ય વિપક્ષી નેતાઓ આ સંબંધમાં પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા હતા અને એક્સાઇઝ પોલિસી (Excise Policy) વિરુદ્ધ એક મેમોરેન્ડમ આપ્યું હતું.

પંજાબમાં AAP સરકારની મુશ્કેલી વધી, સુખબીર સિંહ બાદલે 500 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો, CBI-ED તપાસની કરી માગ
Sukhbir Singh Badal

Follow us on

દિલ્હી બાદ હવે પંજાબમાં (Punjab) પણ આમ આદમી પાર્ટીની (AAP) આબકારી નીતિ વિપક્ષના આકરા પ્રહારો હેઠળ આવી છે. બુધવારે શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ અને અન્ય વિપક્ષી નેતાઓ આ સંબંધમાં પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા હતા અને એક્સાઇઝ પોલિસી (Excise Policy) વિરુદ્ધ એક મેમોરેન્ડમ આપ્યું હતું. ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી બન્યાના થોડા મહિનાઓ બાદ વિપક્ષે રૂ. 500 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે.

સુખબીર સિંહ બાદલે ટ્વીટ કર્યું, પંજાબના રાજ્યપાલને એક મેમોરેન્ડમ આપ્યું અને AAP સરકાર દ્વારા એક્સાઈઝ પોલિસી હેઠળ કરવામાં આવેલા 500 કરોડના કૌભાંડમાં CBI અને ED દ્વારા તપાસ કરવાનો આદેશ આપવાની માગ કરી, જે દિલ્હી એક્સાઇઝ પોલિસીની જેમ ઘડવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

દિલ્હીમાં પણ AAP નિશાના પર

વિપક્ષનો આ ગંભીર આરોપ, ભગવંત માનની આગેવાની હેઠળની AAP સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે, જે માર્ચમાં જ રાજ્યમાં આવી હતી. માર્ચ મહિનામાં, આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત સાથે દિલ્હીની બહારના રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવી. આ આરોપો એવા સમયે લગાવવામાં આવી રહ્યા છે જ્યારે દિલ્હીમાં AAP સરકારની એક્સાઇઝ પોલિસીની તપાસ ચાલી રહી છે. આટલું જ નહીં નીતિને લઈને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા પણ પડ્યા છે. EDએ પણ આ મામલે કેસ નોંધ્યો છે અને તપાસમાં લાગેલી છે.

સત્તાના નશામાં કેજરીવાલ

દરમિયાન, આમ આદમી પાર્ટી માત્ર ભાજપના નિશાના પર નથી. અણ્ણા હજારે, જેમના ભ્રષ્ટાચારના આંદોલનને કારણે આમ આદમી પાર્ટીનો ઉદય થયો, તેમણે પણ અરવિંદ કેજરીવાલની ટીકા કરી અને કહ્યું કે તેઓ આંદોલનથી ભટકી ગયા છે. તેમણે સીએમ કેજરીવાલને સત્તાના નશામાં ધૂત ગણાવ્યા હતા. જો કે, કેજરીવાલે અણ્ણા હજારેના નિવેદન પર ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે ભાજપ રાજકીય લાભ માટે ગાંધીવાદીના અવાજનો ઉપયોગ કરી રહી છે.

Next Article