કોરોના વાયરસ: વેક્સીન બનાવવાની ખુબ જ નજીક પહોંચી આ ભારતીય કંપની, જલ્દી જ પ્રોડક્શન શરૂ થશે

|

Sep 29, 2020 | 2:12 PM

કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (SII)એ તાજેત્તરમાં જ BCG વેક્સીનનું વિકસીત રૂપ તૈયાર કર્યુ છે. SIIએ રવિવારે કહ્યું કે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત આ વેક્સીનના ઉત્પાદનનું કામ કંપની આગામી બે-ત્રણ અઠવાડિયામાં શરૂ કરશે.જો ક્લિનિકલ ટ્રાયલ પછી પરિણામ યોગ્ય આવશે તો આશા છે કે કોરોના વાયરસ વેક્સીનને ઓક્ટોબરમાં બજારમાં […]

કોરોના વાયરસ: વેક્સીન બનાવવાની ખુબ જ નજીક પહોંચી આ ભારતીય કંપની, જલ્દી જ પ્રોડક્શન શરૂ થશે

Follow us on

કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (SII)એ તાજેત્તરમાં જ BCG વેક્સીનનું વિકસીત રૂપ તૈયાર કર્યુ છે. SIIએ રવિવારે કહ્યું કે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત આ વેક્સીનના ઉત્પાદનનું કામ કંપની આગામી બે-ત્રણ અઠવાડિયામાં શરૂ કરશે.જો ક્લિનિકલ ટ્રાયલ પછી પરિણામ યોગ્ય આવશે તો આશા છે કે કોરોના વાયરસ વેક્સીનને ઓક્ટોબરમાં બજારમાં લાવવામાં આવશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

SII વેક્સીન બનાવનારી 7 ગ્લોબલ ઈન્સ્ટીટયૂશન્સમાંથી એક છે. જેને કોરોના વાયરસ વેક્સીનને બનાવવા માટે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની સાથે ભાગીદારી કરી છે. SIIના CEO અડાર પૂનાવાલાએ કહ્યું કે બ્રિટેનમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થનારી આ વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ જ વેક્સીનનું ઉત્પાદન શરૂ થશે. SIIએ પોતાના જોખમ પર આ વેક્સીનનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. જો ક્લિનિકલ ટ્રાયલ સફળ થશે તો આ વેક્સીનને મોટા પ્રમાણમાં નિર્માણ કરવાનો નિર્ણય માત્ર SIIનો છે. જેથી પર્યાપ્ત માત્રામાં આ વેક્સીન ઉપલબ્ધ હોય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પૂનાવાલાએ વધુમાં કહ્યું કે વેક્સીનનું નિર્માણ પુણેમાં કંપનીની સુવિધામાં કરવામાં આવશે. કારણ કે કોવિડ-19 વેક્સીનના નિર્માણ માટે સુવિધાઓવાળી એક નવી જગ્યા તૈયાર કરવામાં લગભગ 2-3 વર્ષ લાગશે. રિપોર્ટ મુજબ પૂનાવાલાએ કહ્યું છે કે અમારી ટીમ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના પ્રોફેસર ડૉ.એડ્રિયન હિલની સાથે મળી કામ કરી રહી છે અને અમે બે-ત્રણ અઠવાડિયામાં વેક્સીનનું ઉત્પાદન શરૂ કરવાની અપેક્ષા કરી રહ્યા છે. પ્રથમ 6 મહિના માટે પ્રતિ મહિને 5 મિલિયન વેક્સીનનું ઉત્પાદન કરવામાં આવશે. ત્યારબાદ ઉત્પાદન પ્રતિ મહિને 10 મિલિયન સુધી વધારવાની અપેક્ષા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:42 am, Mon, 27 April 20

Next Article