આંધ્રપ્રદેશના વિજયવાડામાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના કાર્યકરોએ કાળા ફુગ્ગા ઉડાવ્યા, અત્યાર સુધીમાં ત્રણ કાર્યકરોની ધરપકડ

|

Jul 04, 2022 | 6:11 PM

પોલીસે (Police) આ સમગ્ર મામલાને પીએમની સુરક્ષામાં ભંગ સાથે જોડી દીધો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત પોલીસે ત્રણ કાર્યકરોની ધરપકડ કરી છે.

આંધ્રપ્રદેશના વિજયવાડામાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના કાર્યકરોએ કાળા ફુગ્ગા ઉડાવ્યા, અત્યાર સુધીમાં ત્રણ કાર્યકરોની ધરપકડ
Congress Protest

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) હવાઈ કાફલાની સામે કાળા ફુગ્ગા ઉડાવતા કોંગ્રેસના કાર્યકરોને ભારે પડ્યું. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના પ્રવાસે હતા. આ દરમિયાન વિજયવાડા કોંગ્રેસના (Congress) કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે અનોખી પદ્ધતિ અપનાવી હતી. જે અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ હવામાં ઉડતા વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરના કાફલાની સામે કાળા ફુગ્ગા ઉડાડ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલાને પીએમની સુરક્ષામાં ભંગ સાથે જોડી દીધો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત પોલીસે ત્રણ કાર્યકરોની ધરપકડ કરી છે.

PMએ સ્વતંત્રતા સેનાની સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આંધ્રપ્રદેશની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભીમાવરમમાં સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સીતારામ રાજુની 30 ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પછી વડાપ્રધાને બધાને સંબોધિત પણ કર્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ અમુક વર્ષો કે અમુક લોકો પૂરતો સીમિત નથી, પરંતુ દેશના ખૂણે ખૂણેથી થયેલા બલિદાનનો ઈતિહાસ છે.

તેમણે કહ્યું કે, દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ તેમજ અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ અને રામ્પા વિદ્રોહના 100 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર અમુક વર્ષોનો, અમુક પ્રદેશોનો કે અમુક લોકોનો ઈતિહાસ નથી. દેશના ખૂણે ખૂણેથી આ બલિદાનનો ઈતિહાસ છે. તેમના સંબોધન પછી, વડાપ્રધાન આંધ્ર પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની નેપાસાલા કૃષ્ણ મૂર્તિના પરિવારને પણ મળ્યા હતા. વડાપ્રધાન સ્વતંત્રતા સેનાનીની પુત્રી પાસાલા કૃષ્ણ ભારતીજીને મળ્યા અને મંચ પરથી નીચે આવીને તેમના ચરણ સ્પર્શ કર્યા.

દક્ષિણના રાજ્યોની મુલાકાતે છે પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં દક્ષિણના રાજ્યોના પ્રવાસે છે. રવિવારે હૈદરાબાદમાં બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિકંદરાબાદમાં જનસભાને સંબોધી હતી. આ સાથે જ તેઓ સોમવારે આંધ્રપ્રદેશની મુલાકાતે હતા. હૈદરાબાદમાં ભાજપની બેઠક અને વડાપ્રધાનની રેલીને એક પ્લાન તરીકે જોવામાં આવી રહી છે. આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દક્ષિણના રાજ્યોમાં જીત માટે ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં બીજેપી તેલંગાણા પર વધુ ધ્યાન આપી રહી છે.

Published On - 6:11 pm, Mon, 4 July 22

Next Article