PM નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભીમવરમમાં અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કર્યું, કહ્યું- હું તેમને નમન કરું છું

પીએમ મોદીએ કહ્યું કે આજે એક તરફ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરવા માટે અમૃત મહોત્સવની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યું છે તો બીજી તરફ અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિનો અવસર પણ સાથે છે.

PM નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભીમવરમમાં અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કર્યું, કહ્યું- હું તેમને નમન કરું છું
PM Narendra Modi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 12:25 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) સોમવારે આંધ્રપ્રદેશના ભીમવરમમાં સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે એક તરફ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરવા માટે અમૃત મહોત્સવની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યું છે તો બીજી તરફ અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિનો અવસર પણ સાથે છે. તેમણે કહ્યું કે અલ્લુરી સીતારામ રાજુ ગરુ ભારતની સાંસ્કૃતિક અને આદિવાસી ઓળખના પ્રતિક તેમજ દેશની બહાદુરી, આદર્શો અને મૂલ્યોનું પ્રતિક છે.

સોમવારે ટ્વિટ કરીને પીએમ મોદીએ માહિતી આપી હતી કે તેઓ ભીમવરમ જવા રવાના થયા છે. હૈદરાબાદથી વિશેષ ફ્લાઇટ દ્વારા તેઓ સવારે 10:10 વાગ્યે ગન્નવરમ સ્થિત વિજયવાડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. રાજ્યના રાજ્યપાલ બિસ્વા ભૂષણ હરિચંદન અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી તેમનું સ્વાગત કરશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

PM મોદીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું, હું આજે ભીમવરમમાં એક ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નીકળ્યો છું. આ વિશેષ કાર્યક્રમ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિની ઉજવણી છે. આ દરમિયાન હું સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ પણ કરીશ. તેનાથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં વધારો થશે. આ સાથે વડાપ્રધાન મોદી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સીતારામ રાજુની 125મી જન્મજયંતિ પર આયોજિત જનસભાને પણ સંબોધિત કરશે. તેઓ બપોરે 1.05 કલાકે વિજયવાડા એરપોર્ટ પરત ફરશે અને અમદાવાદ જવા રવાના થશે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે આંધ્રપ્રદેશની મુલાકાત માટે ભીમવરમ અને ગન્નવરમમાં લગભગ ત્રણ હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ભીમવરમમાં શનિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વડાપ્રધાનની મુલાકાતની તૈયારીઓ ખોરવાઈ ગઈ છે. વડાપ્રધાન મોદીની જાહેરસભા પેદામીરામ મેદાનમાં યોજાવાની હતી, પરંતુ ત્યાં પણ કાદવ કીચડ હતો. DGP એ ભીમવરમમાં ટોચના પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સુરક્ષા અંગે સૂચનાઓ આપી હતી.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">