દેશમાં Sputnik V રસીનું સપ્ટેમ્બરમાં શરૂ થશે ઉત્પાદન, વિલંબ માટે રશિયામાં કોરોનાનું વધી રહેલુ સંક્રમણ જવાબદાર

|

Jul 31, 2021 | 9:31 PM

ભારતમાં RDIFની યોજના ઓગસ્ટમાં Sputnik V અને Sputnik લાઈટની ડિલીવરી વેગવંતી બનાવવાની છે. એવુ પણ આરડીઆઈએફ (RDIF) દ્વારા ઉમેરવામાં આવ્યું છે.

દેશમાં Sputnik V રસીનું સપ્ટેમ્બરમાં શરૂ થશે ઉત્પાદન, વિલંબ માટે રશિયામાં કોરોનાનું વધી રહેલુ સંક્રમણ જવાબદાર
Sputnik V (ફાઇલ ફોટો)

Follow us on

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે શનિવારે જણાવ્યું હતું કે ભારતમાં રશિયાની કોરોના રસી Sputnik Vનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં સંપૂર્ણપણે શરૂ થવાની આશા છે. આરડીઆઈએફ (RDIF) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર “ભારતમાં Sputnik Vનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની સંભાવના છે.”

 

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

RDIFએ એવી આશા વ્યક્ત કરી હતી કે ભારત વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદન કંપનીઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ગ્લેન્ડ ફાર્મા, હેટેરો બાયોફાર્મા, પેનાસીયા બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા, વિર્ચો બાયોટેક અને મોરેપેન લેબોરેટરીઝની સાથે-સાથે Sputnik V વેક્સિન માટે પણ મુખ્ય ઉત્પાદન(Major Production Hub) કેન્દ્ર બની જશે.

 

 

ભારતમાં RDIFની યોજના ઓગસ્ટમાં Sputnik V અને Sputnik લાઈટની ડિલીવરી વેગવંતી બનાવવાની છે. એવુ પણ આરડીઆઈએફ (RDIF) દ્વારા ઉમેરવામાં આવ્યું છે. અગાઉ, ડો. રેડ્ડીએ કહ્યું હતું કે રશિયામાં કોરોનાના વધતા કેસોને કારણે Sputnik V રસીમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ઓગસ્ટના અંત સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

 

 

Sputnik Vનું પોતાનું ટ્વીટર એકાઉન્ટ

ડો. રેડ્ડી લેબોરેટરીઝે ભારતમાં Sputnik Vના ઉત્પાદન માટે મે 2021માં RDIF સાથે કરાર કર્યો હતો. રશિયાના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે Sputnik V રસીના ઉત્પાદન માટે ભારતની છ રસી ઉત્પાદન કંપની સાથે કરાર કર્યા છે. આ કરાર હેઠળ ડો. રેડ્ડી ભારતમાં આ રસીના 12.5 કરોડ ડોઝ વેચશે.

 

 

Sputnik Vને ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી દ્વારા ડીઝાઈન કરવામાં આવી છે. તેનું પોતાનું ટ્વીટર એકાઉન્ટ છે. જે વિશ્વની પ્રથમ રજિસ્ટર્ડ COVID રસી તરીકે પોતાની જાહેરાત કરે છે અને રશિયા, દક્ષિણ કોરિયા, આર્જેન્ટિના અને યુએઈ સહિત 69 દેશોમાં તેને મંજૂરી આપવામાં આવી છે.

 

એસ્ટ્રાઝેનેકા-Sputnik લાઈટ રસીનું છે મિશ્રણ અસરકારક 

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા રસી (AstraZeneca Vaccine) અને રશિયાની Sputnik લાઈટ વેક્સીન(Sputnik Light Vaccine)  પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ બંને રસીઓના કોકટેલનો ઉપયોગ કર્યા પછી કોઈ ખરાબ કે ગંભીર આડ અસર થઈ નથી, તેમજ રસીકરણ બાદ કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી.

 

 

RDIFએ કહ્યું, ‘અત્યાર સુધીમાં 50 સ્વયંસેવકોને રસી કોકટેલ આપવામાં આવી છે અને ટ્રાયલમાં સહભાગી થવા માટે નવા લોકોને પણ બોલાવવામાં આવ્યા છે. ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે રસીના સંયુક્ત ઉપયોગ સલામત છે. રસીના સંયુક્ત ઉપયોગની કોઈ ગંભીર આડ અસર નથી.

 

આ પણ વાંચો : Corona Update: 24 કલાકમાં 41,649 કોરોનાના નવા દર્દી નોંધાયા, 97.37 ટકા રિકવરી રેટ

Next Article