‘પ્રાઈવેટ લેબ પરત આપે કોરોના ટેસ્ટીંગના પૈસા’, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

|

Dec 05, 2020 | 7:28 PM

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ ખાનગી લેબોરેટરી અને હોસ્પીટલો દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ માટે લેવામાં આવેલી વધારાની ફી પરત અપાવે. આ પહેલા અજય અગ્રવાલ નામના એક વકિલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. દેશભરમાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોવાના દાવા છે. ત્યારે […]

પ્રાઈવેટ લેબ પરત આપે કોરોના ટેસ્ટીંગના પૈસા, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

Follow us on

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ ખાનગી લેબોરેટરી અને હોસ્પીટલો દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ માટે લેવામાં આવેલી વધારાની ફી પરત અપાવે. આ પહેલા અજય અગ્રવાલ નામના એક વકિલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. દેશભરમાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોવાના દાવા છે. ત્યારે હજુ પણ રોજ હજારો નવા કેસ કોરોનાના સામે આવી રહ્યાં છે. વધી રહેલા કેસોની વચ્ચે કોરોના ટેસ્ટીંગનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીમાં માંગ કરાઈ છે કે પ્રાઈવેટ લેબ દ્વારા કોરોના RT-PCR ટેસ્ટ માટે લેવાયેલી વધારાની ફી પરત કરવામાં આવે. સાથે જ એ પણ માંગ કરાઈ છે કે દેશભરમાં RT-PCR ટેસ્ટની કિંમત 400 રૂ. કરી દેવામાં આવે. આ પહેલા અજય અગ્રવાલ નામના એક વકિલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં માંગ કરાઈ હતી કે કોરોનાના નામ પર સામાન્ય નાગરીકોને લૂંટવાનું કામ થઈ રહ્યું છે. પ્રાઈવેટ લેબ કોરોના ટેસ્ટીંગના મનફાવે તેમ ભાવ વસૂલી રહી છે. અરજીમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો કે પ્રાઈવેટ લેબ 900થી 3 હજાર રૂપિયા સુધીના ભાવ વસૂલે છે. જે સામાન્ય લોકોના ખીસ્સા પર માર પડવા સમાન છે. આવા ટેસ્ટીંગમાં એક સમાન ભાવની જરૂરિયાત છે. તેથી દેશભરમાં સમાન રૂપથી ટેસ્ટિંગનો ભાવ 400 રૂપિયા કરી દેવામાં આવે.

 

આ પણ વાંચો: જાણો કોરોના વેક્સિનના ટ્રાયલ અંગે અમદાવાદીઓએ શું કહ્યું ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અરજીમાં એ પણ માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટે આ માટે આદેશ આપવા જોઈએ કારણકે ખાનગી લેબોરેટરી ખૂબ વધુ નફો કમાઈ રહી છે.
200 રૂપિયા છે કિટની કિંમત RT-PCR કિટની કિંમત દેશમાં 200 રૂપિયા છે પણ ટેસ્ટ માટે તેના 2 થી 3 હજાર રૂપિયા લેવાય છે. અગ્રવાલે અરજીમાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશમાં આ પરિક્ષણ માટે લેબ 1400 ટકા જેટલો નફો કમાઈ રહી છે. ત્યારે દિલ્લીમાં આ નફો 1,200 રૂપિયાની નજીક છે. લોકો કોરોના વાઈરસના કારણે દહેશતમાં છે. ત્યારે પ્રાઈવેટ લેબ તેનો ફાયદો ઉઠાવીને ખૂબ પૈસા કમાઈ રહી છે. મહામારીના સમયમાં આવું ના હોવું જોઈએ અને આવું ના થવું જોઈએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article