વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરે દેહરાદૂનમાં 18,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે

|

Dec 01, 2021 | 6:26 PM

વડાપ્રધાન કાર્યાલય તરફથી અપાયેલી માહિતી અનુસાર વડાપ્રધાન જે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે, તેનાથી પ્રદેશમાં સીમલેસ કનેક્ટિવિટી મળશે અને પ્રવાસનને વેગ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરે દેહરાદૂનમાં 18,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે
Prime Minister Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 4 ડિસેમ્બરે દેહરાદુન (Dehradun)માં દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોર (Delhi-Dehradun Economic Corridor) સહિત 18,000 કરોડના અનેક વિકાસ કામો (Development works)ના પ્રોજેક્ટસની શરુઆત કરાવશે. આ વિકાસકાર્યોથી મોટી સંખ્યામાં લોકોની સુવિધામાં વધારો થશે.

 

દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોર

લગભગ રૂ. 8300 કરોડના ખર્ચે દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોર બાંધવામાં આવશે. આ પ્રોજેક્ટથી દિલ્હીથી દેહરાદૂન સુધીનો પ્રવાસ સમય છ કલાકથી ઘટીને લગભગ 2.5 કલાક થશે. તેમાં હરિદ્વાર, મુઝફ્ફરનગર, શામલી, યમુનાનગર, બાગપત, મેરઠ અને બારૌત સાથે કનેક્ટિવિટી માટે સાત મુખ્ય ઈન્ટરચેન્જ હશે. તે અપ્રતિબંધિત વન્યજીવ ચળવળ માટે એશિયાનો સૌથી મોટો વાઈલ્ડલાઈફ એલિવેટેડ કોરિડોર (12 કિમી) હશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દિલ્હીથી હરિદ્વારની યાત્રાનો સમય ઘટશે

દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનો સહારનપુરના હલગોઆથી હરિદ્વારના ભદ્રબાદને જોડતો ગ્રીનફિલ્ડ એલાઈનમેન્ટ પ્રોજેક્ટ રૂ. 2000 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. તે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને દિલ્હીથી હરિદ્વાર સુધીનો પ્રવાસ સમય પણ ઘટાડશે. મનોહરપુરથી કાંગરી સુધીનો રિંગરોડ પ્રોજેક્ટ, રૂ. 1600 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. આ પ્રોજેક્ટ હરિદ્વાર શહેરમાં ખાસ કરીને પીક ટૂરિસ્ટ સિઝનમાં ટ્રાફિકની ભીડમાંથી રહેવાસીઓને રાહત આપશે અને કુમાઉ ઝોન સાથેની કનેક્ટિવિટી પણ સારી બનાવશે.

 

દેહરાદૂન-પાઓંટા સાહિબ રોડ પ્રોજેક્ટ

લગભગ રૂ. 1700 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર દેહરાદૂન – પાઓંટા સાહિબ (હિમાચલ પ્રદેશ) રોડ પ્રોજેક્ટ પ્રવાસનો સમય ઘટાડશે અને બે સ્થળો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી આંતર-રાજ્ય પ્રવાસનને પણ વેગ મળશે. PMOએ જણાવ્યું હતું કે નાઝીમાબાદ-કોટદ્વાર રોડ પહોળો કરવાનો પ્રોજેક્ટ મુસાફરીનો સમય ઘટાડશે અને લેન્સડાઉન સાથે કનેક્ટિવિટીમાં પણ સુધારો કરશે.

 

ગંગા નદી પર એક પુલ બનશે

લક્ષ્મણ ઝુલાની બાજુમાં ગંગા નદી પર એક પુલ પણ બાંધવામાં આવશે. વિશ્વ વિખ્યાત લક્ષ્મણ ઝુલાનું નિર્માણ 1929માં કરવામાં આવ્યું હતું, પરંતુ હવે વહન ક્ષમતામાં ઘટાડો થવાને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. હવે નવા બાંધવામાં આવનારા બ્રિજમાં લોકોને ચાલવા માટે કાચની ડેકની જોગવાઈ હશે અને હળવા વજનના વાહનોને પણ પસાર થઈ શકશે.

 

ઇલ્ડ-ફ્રેન્ડલી સિટી પ્રોજેક્ટ

વડાપ્રધાન ચાઈલ્ડ-ફ્રેન્ડલી સિટી પ્રોજેક્ટ, દેહરાદૂન માટે શિલાન્યાસ પણ કરશે, જેથી તેઓની મુસાફરી માટે રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવીને શહેરને બાળ-મૈત્રીપૂર્ણ બનાવી શકાય. દેહરાદૂનમાં રૂ. 700 કરોડથી વધુના ખર્ચે પાણી પુરવઠા, રોડ અને ડ્રેનેજ સિસ્ટમના વિકાસ સાથે સંબંધિત પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

 

પ્રદેશમાં ક્રોનિક ભૂસ્ખલનની સમસ્યાનો સામનો કરીને મુસાફરીને સુરક્ષિત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્રોજેક્ટને પણ વડાપ્રધાન શરુ કરાવશે, તેઓ દહેરાદૂન ખાતે હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ અને હિમાલયન કલ્ચર સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે.

 

 

આ પણ વાંચોઃ Unseasonal rains : રાજયમાં ભરશિયાળે વરસાદી માહોલ, હવામાન વિભાગની હજુ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

 

આ પણ વાંચોઃ Surat : ઓમિક્રોનનો ડર અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થતા ટુર્સ ટ્રાવેલ્સ કંપનીઓને નુકશાન

Next Article