PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો

|

Aug 10, 2021 | 2:32 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના) નો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ 2016માં કરવામાં આવ્યો હતો.

PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો
PM Narendra Modi (File Photo)

Follow us on

PMUY Ujjwala Yojana 2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 10 ઓગસ્ટના રોજ ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના)નો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો છે. વડાપ્રધાને  ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરીને બાયોફ્યુઅલનું મહત્વ સમજાવ્યું હતું.

વર્ષ 2016 માં જ્યારે ઉજ્જવલા 1.0 લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે ગરીબી રેખાની (BPL)નીચે આવતા 5 કરોડ મહિલાઓને એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ (LPG)જોડાણ પૂરુ પાડે છે. આપને જણાવવું રહ્યું કે,આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે.

PMએ સંબોધન દરમિયાન જણાવ્યું હતુ કે, હવે દેશ મૂળભૂત સુવિધાઓ પૂરી કરીને વધુ સારા જીવનના સ્વપ્નને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યો છે. વધુમાં કહ્યું કે,આપણે સાથે મળીને સક્ષમ ભારતના(India) આ સંકલ્પને સાબિત કરવાનો છે. જેમાં બહેનોની ખાસ ભૂમિકા હશે.

બાયોફ્યુઅલ વિકાસના એન્જિનને વેગ આપવાનું એક માધ્યમ

ઉપરાંત કહ્યું કે,બાયોફ્યુઅલ (bio Fuel) માત્ર સ્વચ્છ બળતણ જ નથી, પરંતુ તેના દ્વારા બળતણમાં આત્મનિર્ભરતાના એન્જિનને, દેશના વિકાસનું એન્જિન અને ગામના વિકાસના એન્જિનને વેગ આપવાનું એક માધ્યમ પણ છે. બાયોફ્યુઅલએ એક એવી એનર્જી છે જે આપણે ઘર અને ખેતરના કચરામાંથી, છોડમાંથી, બગડેલા અનાજમાંથી મેળવી શકીએ છીએ.

 

આ પણ વાંચો: Indian Air Force: વાયુસેનાએ તૈયાર કર્યો દુનિયાનો સોથી ઉંચો ‘મોબાઈલ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર’ , લદ્દાખમાં હેલીકોપ્ટર અને વિમાનને કરશે કંટ્રોલ

આ પણ વાંચો: Farmer Alert: 24 કલાકમાં આ રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ, પાંચ દિવસ હવામાનની જાણો શું રહેશે અસર

Published On - 12:53 pm, Tue, 10 August 21

Next Article