ભીડવાળી જગ્યા પર માસ્ક જરૂર પહેરો, ટેસ્ટિંગ વધારો, 2 કલાકની હાઈલેવલ બેઠકમાં વડાપ્રધાન મોદીએ આપી સલાહ

|

Dec 22, 2022 | 8:18 PM

વડાપ્રધાન સાથેની કોવિડ પર ચાલી રહેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, ગૃહ સચિવ અજય ભલ્લા, પેટ્રોકેમિકલ સચિવ, સિવિલ એવિએશન સચિવ હાજર છે.

ભીડવાળી જગ્યા પર માસ્ક જરૂર પહેરો, ટેસ્ટિંગ વધારો, 2 કલાકની હાઈલેવલ બેઠકમાં વડાપ્રધાન મોદીએ આપી સલાહ
PM Modi High level meeting on Covid 19
Image Credit source: TV9 GFX

Follow us on

ચીનમાં કોરોનાએ ફૂંફાડો માર્યા બાદ ભારત સહિત અન્ય દેશો પણ સર્તક થઈ ગયા છે. દેશમાં કોરોનાની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈલેવલ બેઠક યોજી છે. સ્વાસ્થ્ચ મંત્રાલય તરફથી વડાપ્રધાન મોદીને વિસ્તારથી બ્રીફ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતો કોવિડ 19 પર ભારત અને ચીન સહિત અન્ય દેશોની સ્થિતિમાં તફાવતને સ્પષ્ટ કરી રહ્યા છે. વડાપ્રધાને બેઠકમાં કોરોનાની સ્થિતિ અને સ્વાસ્થ્ય મંત્રાલયની તૈયારીઓને લઈ સવાલ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ ચાંપતી નજર રાખવાની સલાહ આપી છે. વડાપ્રધાને કહ્યું કે કોવિડ હાલ ખત્મ નથી થયો. તેમને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વધુ નજર રાખવાની સલાહ આપી. તેમને જીનોમ સિક્વન્સિંગ અને ટેસ્ટિંગ વધારવા પર ફોક્સ કરવા માટે કહ્યું છે. રાજ્યોને હોસ્પિટલ તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે. માસ્ક પહેરવા સહિતના કોવિડ પ્રોટોકોલ પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

તેની સાથે જ વડાપ્રધાન મોદીએ વૃદ્ઘ અને બીમાર રહેનારા લોકો માટે પ્રિકોશન ડોઝ અને રસીકરણ પર ભાર મુક્યો છે. વડાપ્રધાને ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોરોના યોદ્ઘાઓની નિસ્વાર્થ સેવા કરવાની સરાહના કરી. વધુમાં વડાપ્રધાને રાજ્યોને કહ્યું કે ઓક્સિજન સિલિન્ડર, વેન્ટીલેટર, કર્મચારીઓ સહિત હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જતા સુનિશ્ચિત કરવા માટે કોવિડ સંબંધિત આવશ્યક સુવિધાઓનું ઓડિટ કરો. જરૂરી દવાઓની ઉપલબ્ધતા અને કિંમતો પર નિયમિત નજર રાખવામાં આવે.

વડાપ્રધાન સાથેની કોવિડ પર ચાલી રહેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, ગૃહ સચિવ અજય ભલ્લા, પેટ્રોકેમિકલ સચિવ, સિવિલ એવિએશન સચિવ હાજર છે.

નવા વર્ષ અને તહેવારને ધ્યાનમાં રાખીને આ સલાહ આપવામાં આવી

ચીન સહીત વિશ્વના કેટલાક દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ગંભીરતાથી લઈને સરકારે વિદેશથી આવનાર મુસાફરોના પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. કોરોનાથી બચવા માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકોને અપીલ કરી હતી. સાથોસાથ આ મહામારી સામે જાગૃતતા લાવવા માટે સૌનો સાથ પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને સરકારની તૈયારીઓ અંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે “સરકાર સતત પગલાં લઈ રહી છે અને રાજ્યોને પણ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ રાજ્યોને નવા આવતા કોરોનાના કેસના જીનોમ સિક્વન્સ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જેથી કોરોના વેરિઅન્ટના નવા પ્રકારો પણ જાણી શકાય. નવા વર્ષ અને તહેવારને ધ્યાનમાં રાખીને, માસ્ક, સેનિટાઈઝર અને અન્ય કોરોના ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

Published On - 4:59 pm, Thu, 22 December 22

Next Article