વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)તમિલનાડુની રાજધાની ચેન્નાઈ (Chennai)પહોંચી ગયા છે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ પીએમ મોદીનું ચેન્નાઈ પહોંચતા જ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. જણાવી દઈએ કે પીએમ મોદીએ ચેન્નાઈ પહોંચ્યા બાદ રોડ શો કર્યો હતો.આ પછી વડાપ્રધાન મોદી આજે ચેન્નાઈમાં 31,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાન કાર્યાલયના એક નિવેદન અનુસાર, PM મોદી ચેન્નાઈમાં જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરશે તે આ ક્ષેત્રમાં સામાજિક-આર્થિક સમૃદ્ધિને સુધારવામાં મદદ કરશે. તેની સાથે ઘણા ક્ષેત્રો પર તેની ભારે અસર પડશે અને રોજગારીની તકો ઉભી કરવામાં પણ મદદ મળશે.
જેએલએન ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા પીએમ મોદી
Tamil Nadu | Prime Minister Narendra Modi arrives at Jawaharlal Nehru Stadium in Chennai. pic.twitter.com/7daVlF3qwP
— ANI (@ANI) May 26, 2022
એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત
Prime Minister Narendra Modi arrives in Chennai.
MoS for Fisheries, L Murugan & former Tamil Nadu CM Edapaddi K Palaniswami also present.
PM will lay the foundation stones for redevelopment of five Railway stations: Chennai Egmore, Rameswaram, Madurai, Katpadi, and Kanyakumari. pic.twitter.com/HHHa2Kh4v6
— ANI (@ANI) May 26, 2022
ચેન્નાઇમાં મોદીએ રોડ-શો કર્યો
Tamil Nadu | Prime Minister Narendra Modi holds a roadshow after arriving in Chennai. pic.twitter.com/FCK896whEU
— ANI (@ANI) May 26, 2022
પીએમ રોડ-શોની એક ઝલક
#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi holds a roadshow after arriving in Chennai. pic.twitter.com/yv9Qh2xkUC
— ANI (@ANI) May 26, 2022
ચેન્નાઈને કરોડોની ભેટ મળશે
વડા પ્રધાન મોદી ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં રૂ. 31,400 કરોડથી વધુના મૂલ્યના 11 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા, કનેક્ટિવિટી વધારવા અને પ્રદેશમાં જીવન સરળ બનાવવા તરફના એક પગલા તરીકે જોવામાં આવે છે. ચેન્નાઈમાં, વડા પ્રધાન મોદી લગભગ રૂ. 2,900 કરોડના પાંચ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે.
પાંચ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ
PM મોદી ચેન્નાઈમાં પાંચ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે. જેમાં ચેન્નાઈ એગમોર, રામેશ્વરમ, મદુરાઈ, કટપડી અને કન્યાકુમારીના રેલ્વે સ્ટેશનોના નામ સામેલ છે. તેના પર 1800 કરોડનો ખર્ચ થશે અને મુસાફરોને આધુનિક અને સારી સુવિધાઓ મળશે.
પીએમ મોદી છ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસ વે, ચેન્નાઈ પોર્ટ-મદુરવોયલ ડબલ ડેકર રોડ અને લોજિસ્ટિક્સ પાર્ક સહિત છ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસવે (21 કિમી)ના આ 4-લેન રોડ પ્રોજેક્ટ પર 5850 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આના દ્વારા ચેન્નાઈ બંદર સુધી વાહનોની અવરજવર શક્ય બનશે. સાથે જ 1400 કરોડના લોજિસ્ટિક પાર્કનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ મલ્ટી મોડલ પાર્ક વિવિધ પ્રકારના માલસામાનના પરિવહન અને સંબંધિત કાર્યોમાં મદદ કરશે.
આ ઉપરાંત ચેન્નાઈ પોર્ટ-મદુરવોયલ ડબલ-ડેકર રોડના 14870 કરોડના આ પ્રોજેક્ટથી કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના લોકોને વધુ સારા પરિવહન માટે ફાયદો થશે. બેંગ્લોરથી ચેન્નાઈ પહોંચવામાં ત્રણ કલાકથી ઓછો સમય લાગશે.
Published On - 6:31 pm, Thu, 26 May 22