સરદાર પટેલની પુણ્યતિથિ પર PM MODI, ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ અર્પણ કરી

Sardar Patel Death Anniversary : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, તેમજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીતના મહાનુભાવોએ સ્મરણાંજલિ અર્પણ કરી છે.

સરદાર પટેલની પુણ્યતિથિ પર PM MODI, ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલે  સ્મરણાંજલિ અર્પણ કરી
Sardar Patel Death Anniversary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 12:22 PM

આજે 15 ડિસેમ્બર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ની પુણ્યતિથિ (death anniversary)છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, તેમજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીતના મહાનુભાવોએ તેમને સ્મરણાંજલિ અર્પણ કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું –

સરદાર પટેલને તેમની પુણ્યતિથિએ યાદ કર્યા. ભારત તેમની સ્મારક સેવા, તેમની વહીવટી કુશળતા અને આપણા રાષ્ટ્રને એક કરવા માટેના અથાક પ્રયાસો માટે હંમેશા તેમનો આભારી રહેશે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લખ્યું –

દરેક ભારતીયના હૃદયમાં વસતા દેશની એકતા અને અખંડિતતાના અદ્ભુત શિલ્પી લોખંડી પુરૂષ સરદાર પટેલના જીવનની દરેક ક્ષણ ભારતમાં એક રાષ્ટ્રની ભાવનાને જાગૃત કરવા માટે સમર્પિત હતી. તેમના વિચારો હંમેશા દેશને માર્ગદર્શન આપશે. આવા મહાન યુગપુરુષ અને રાષ્ટ્ર ગૌરવના ચરણોમાં કોટિશાહ વંદન.

ગુજરાતના પનોતા પુત્ર, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારતવર્ષની એકતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">