રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મુ દિલ્હી પહોંચ્યા, નોમિનેશન પહેલા મોદી અને શાહ સાથે કરી મુલાકાત

|

Jun 23, 2022 | 11:10 PM

રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) દિલ્હી પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે એટલે કે 24 જૂને પોતાનું નામાંકન દાખલ કરશે. યશવંત સિંહા 27 જૂને વિપક્ષી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મુ દિલ્હી પહોંચ્યા, નોમિનેશન પહેલા મોદી અને શાહ સાથે કરી મુલાકાત
Draupadi Murmu (File Image)
Image Credit source: File Image

Follow us on

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) ગુરુવારે દિલ્હી પહોંચી ગયા. દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર તેમના આગમન બાદ ભાજપના અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર શેખાવત, અર્જુન મુંડા અને અર્જુન રામ મેઘવાલ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ, દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તા, સાંસદ મનોજ તિવારી, રમેશ બિધુરી, ધારાસભ્ય રામવીર સિંહ બિધુડી વગેરે સામેલ હતા. તમને જણાવી દઈએ કે દ્રૌપદી મુર્મુ 24 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કરશે.

64 વર્ષીય ઝારખંડના પૂર્વ ગવર્નર મુર્મુ શુક્રવારે વડાપ્રધાન મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પોતાનું નામાંકન દાખલ કરશે. નામાંકન દરમિયાન, રાજ્ય સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ ઓડિશાના સત્તાધારી બીજુ જનતા દળ (BJD)ના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. બીજેડીએ મુર્મુની ઉમેદવારીનું સમર્થન કર્યું છે. મુર્મુના નોમિનેશન પેપરમાં વડાપ્રધાન મોદી પ્રથમ પ્રસ્તાવક હશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પક્ષના અન્ય ટોચના નેતાઓ પણ પ્રસ્તાવકોમાં સામેલ થશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે મુર્મુની ઉમેદવારીની દેશભરમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દ્રોપદી મુર્મુએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી

મોદીએ કહ્યું, “દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની દેશભરમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. જમીન પરની સમસ્યાઓ અંગેની તેમની સમજ અને ભારતના વિકાસ માટેની તેમની દ્રષ્ટિ ઉત્કૃષ્ટ છે.”

ત્યારબાદ મુર્મુ શાહને મળ્યા હતા. એક ટ્વીટમાં શાહે કહ્યું કે, “NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી અને તેમને શુભેચ્છાઓ પાઠવી. તેમના નામની જાહેરાતથી આદિવાસી સમાજ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છે. મને ખાતરી છે કે તેમના વહીવટી અને જાહેર અનુભવનો લાભ સમગ્ર દેશને મળશે”.

આંકડાઓની દૃષ્ટિએ મુર્મુની જીતની શક્યતા પ્રબળ છે. જો તેઓ જીતશે તો તેઓ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. દરમિયાન, ભાજપ પ્રમુખ નડ્ડાએ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે ફોન પર વાત કરી અને તેમને મુર્મુ દ્વારા ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન હાજર રહેવા આગ્રહ કર્યો. જો કે, પટનાયક ઈટાલીના પ્રવાસે છે, તેથી તેમણે અનુપલબ્ધતા માટે ખેદ વ્યક્ત કર્યો. સાથે જ પોતાના બે કેબિનેટ સાથીદારો, જગન્નાથ સારકા અને ટુકુની સાહુને મુર્મુના નામાંકન પત્રો પર સહી કરવા અને નામાંકન દરમિયાન હાજર રહેવા જણાવ્યું છે.

Next Article