President Election: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ‘Mr Ballot Box’ને લાવવામાં આવે છે પ્લેનમાં, ટિકિટ પણ થાય છે બુક, જાણો તેની સાથે જોડાયેલા તથ્યો

|

Jul 21, 2022 | 7:00 AM

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, મતપેટીઓ તેમના સંબંધિત રાજ્યોના સહાયક રિટર્નિંગ ઓફિસર્સ (એઆરઓ) ની દેખરેખ હેઠળ વિમાનમાં આગળની હરોળની બેઠકો પર રાખવામાં આવી હતી.

President Election: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ‘Mr Ballot Box’ને લાવવામાં આવે છે પ્લેનમાં, ટિકિટ પણ થાય છે બુક, જાણો તેની સાથે જોડાયેલા તથ્યો
President Election Ballot Box

Follow us on

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સોમવારે સમાપ્ત થયા પછી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મતપેટીઓ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવવાનું શરૂ થઈ ગયું છે. સોમવારે મોડી રાત્રે દિલ્હી વિધાનસભામાંથી મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવી હતી, જ્યારે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ અને રાજસ્થાનમાંથી મતપેટીઓ અહીં અલગ-અલગ કોમર્શિયલ ફ્લાઈટમાં લાવવામાં આવી હતી. ગઈકાલ મંગળવારે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાંથી બાકીના મતદાન પેટીઓ પણ લાવવામાં આવી હતી.

18 તારીખે સોમવારે મતદાન બાદ મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતપેટી મોડી રાત્રે મુંબઈથી દિલ્હી ખસેડવામાં આવી હતી તો સાથે જ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતપેટીને કોલકાતાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ મારફતે નવી દિલ્હી લઈ જવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો બે દિવસ પછી 21 જુલાઈ એટલે કે ગુરુવારે જાહેર કરવામાં આવશે અને 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મતપેટીઓ પર સતર્ક દેખરેખ રાખવામાં આવી રહી છે

દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, બેલેટ બોક્સને તેમના સંબંધિત રાજ્યોના સહાયક ચૂંટણી અધિકારીઓ (એઆરઓ) ની દેખરેખ હેઠળ વિમાનમાં આગળની હરોળની બેઠકો પર રાખવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે સંબંધિત AROs સાથે ફ્લાઇટમાં સીલબંધ બેલેટ બોક્સની તસવીરો પોસ્ટ કરી હતી.

 

તેલંગાણાની મતપેટીઓ ગઇકાલે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની મુસાફરી શરૂ કરતા પહેલા હૈદરાબાદના સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવી હતી. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે જે રાજ્યોની રાજધાનીઓથી સવારે દિલ્હીની સીધી ફ્લાઈટ છે ત્યાંથી મતપેટીઓ મંગળવારે બપોર સુધીમાં અહીં પહોંચી ગઇ છે. જે રાજ્યોની દિલ્હી માટે સીધી ફ્લાઈટ નથી ત્યાંથી મંગળવારે સાંજ સુધીમાં મતપેટીઓ પહોંચી ગઇ છે. જ્યારે હિમાચલ પ્રદેશમાંથી મતપેટીઓ રોડ માર્ગે લાવવામાં આવી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આજે બેલેટ બોક્સ પુડુચેરીથી સંસદ ભવન લાવવામાં આવ્યા છે. મંગળવાર સાંજ સુધીમાં દેશભરમાંથી મોટાભાગની મતદાન પેટીઓ દિલ્હી પહોંચી ગઇ છે.

શ્રી બેલેટ બોક્સના નામે ઈ-ટિકિટ

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર દરેક મતપેટીને શ્રી બેલેટ બોક્સના નામે ઈ-ટિકિટ આપવામાં આવે છે. ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર છે, તેથી આ મતદાન સંસદ ભવન અને રાજ્ય વિધાનસભાઓમાં કરવામાં આવે છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ગઈકાલે (18 જુલાઈ) સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓના 30 કેન્દ્રો સહિત 31 સ્થળોએ સવારે 10થી સાંજે 5 વાગ્યાની વચ્ચે મતદાન થયું હતું. હવે તેની મતગણતરી 21 જુલાઈએ થવાની છે.

Next Article