President Election: ભાજપે CM મમતા બેનર્જીને કહ્યું આદિવાસી વિરોધી, પશ્ચિમ બંગાળમાં લગાવ્યા પોસ્ટરો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (President Election) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન ન આપવાની જાહેરાત કરી છે. તેની સામે ભાજપ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાવી રહ્યા છે, જેમાં તેમને આદિવાસીઓ વિરોધી ગણવવામાં આવ્યા છે.

President Election: ભાજપે CM મમતા બેનર્જીને કહ્યું આદિવાસી વિરોધી, પશ્ચિમ બંગાળમાં લગાવ્યા પોસ્ટરો
Mamata-Adivasi-Anti-BJP-Poster Image Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 5:34 PM

રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election) માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએએ ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ અને આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને (Draupadi Murmu) તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે વિરોધ પક્ષોએ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન યશવંત સિંહાને પણ મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જીએ (Mamata Banerjee) દ્રૌપદી મુર્મુ સામે જાહેરાત કરી છે કે તેમની પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય યશવંત સિંહાને વોટ આપશે. આ દરમિયાન ભાજપે મમતા બેનર્જી વિરુદ્ધ રાજકીય પ્રહારો શરૂ કરી દીધા છે. કોલકાતા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે, જેમાં મમતા બેનર્જીને આદિવાસી સમુદાય વિરોધી નેતા ગણાવવામાં આવી રહ્યા છે.

એએનઆઈ ન્યૂઝ મુજબ આ પોસ્ટરમાં મમતા બેનર્જીની સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પણ તસવીર છે. આ સાથે મમતા બેનર્જી આદિવાસી મહિલાઓ સાથે નૃત્ય કરતી એક તસવીર છે, જેમાં તેણે હાથમાં મોજા પહેર્યા છે.

ભાજપે મમતા બેનર્જીને ગણાવ્યા ‘આદિવાસી વિરોધી’

પોસ્ટરમાં લખ્યું છે – “આદિવાસી જનજાતિ સંપ્રદાયની વિરોધી મમતા. ભાજપે એક આદિવાસી જનજાતિ મહિલાને દેશના રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ કરીને દેશના સમગ્ર આદિવાસી જનજાતિ સંપ્રદાયનું સન્માન કર્યું છે. આ આદિવાસી જનજાતિ સમુદાય માટે ગર્વનો વિષય છે. મમતા બેનર્જી આદિવાસી જનજાતિ સંપ્રદાયને સમર્થન નહી કરીને અન્ય અરજદારને ટેકો આપી રહી છે અને આદિવાસી સમાજની નજીક આવતા ખચકાય રહી છે. આ ભિન્નતા હતી છે અને રહેશે.

આ પણ વાંચો

પોસ્ટરમાં તે મમતા બેનર્જીની તસવીરમાં તે આદિવાસી મહિલાઓ સાથે નૃત્ય કરતી જોવા મળી રહી છે, પરંતુ તેણે હાથમાં મોજા પહેર્યા છે. ભાજપનો આરોપ છે કે મમતા બેનર્જી આદિવાસી મહિલાઓને સ્પર્શ કરવા માગતી નથી તેથી તેમણે હાથમાં મોજા પહેર્યા છે. ભાજપના નેતા અમિત માલવિયાએ આને લઈને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે.

બંગાળમાં આદિવાસી વોટબેંક મહત્વપૂર્ણ

બંગાળમાં આદિવાસી વોટબેંક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આદિવાસીઓ રાજ્યની વસ્તીના 7-8 ટકા છે અને 47 વિધાનસભા સીટો અને સાત લોકસભા ક્ષેત્રોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે પુરુલિયાના જંગલ મહેલ જિલ્લાઓ, દક્ષિણ બંગાળના પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા અને ઝારગ્રામ અને ઉત્તરમાં જલપાઈગુડી અને અલીપુરદ્વારમાં ફેલાયેલા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે આદિવાસી બહુલ વિસ્તારોમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં આ વોટ સરકી રહ્યો છે અને હવે મમતા બેનર્જીને આદિવાસી વિરોધી ગણાવીને ફરી આદિવાસી વોટ કબજે કરવાની રણનીતિ બનાવી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">