Puducherry : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુડુચેરીની લેશે મુલાકાત, જાણો પુડુચેરીના કેમ ત્રણ રાજ્યો સાથે જોડાયેલુ છે ?
રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશની બે દિવસની મુલાકાતે જશે, તેઓ સરકારી સિદ્ધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કરવાના છે અને વિવિધ સરકારી યોજનાઓ પણ લોંચ કરવાના છે.

Puducherry : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 6 અને 7 જૂને પુડુચેરીની બે દિવસીય મુલાકાતે લેશે અને વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે. પુડુચેરી એક એવી કેન્દ્રશાસીત પ્રદેશ છે, જે ત્રણ રાજ્યો સાથે પોતાની સીમા જોડે છે, પુડુચેરી ચાર અલગ જગ્યાઓ સાથે મળીને બને છે, જેમા કેરેલામાં માહે, આંધ્રપ્રદેશના યમન, તમિલનાડુના કરઈકાલ અને પુડુચેરી મળીને બને છે.
આ પણ વાચો: Knowledge : સૌથી ઉંચો પહાડ કયો છે અને ભારતમાં સૌથી લાંબી નદી વિશે જાણો
એક સમયે આ બધી ફ્રેંચ ટેરેટરી હતી, 1 નવેમ્બર 1954માં તેને ભારતમાં ભેળવી દેવામાં આવી હતી અને એક શરત રાખવામાં આવી હતી કે, આ કેન્દ્રશાસિત પ્રદેશને કોઈ પણ રાજ્યમાં ભેળવવામાં નહિ આવે, કારણ કે તેના અલગ અલગ સ્થાપત્યો અને કલ્ચરને ફેરવવામાં ન આવે તે માટે.
પત્રકારો સાથે વાત કરતા, મુખ્ય પ્રધાન એન. રંગાસામીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુડુચેરીમાં સરકારી સિદ્ધા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે શિલાન્યાસ કરશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તમામ કુટુંબ રેશન કાર્ડ ધારકો માટે એક વર્ષમાં 12 એલપીજી સિલિન્ડર માટે દર મહિને ₹300 સબસિડી તરીકે પ્રદાન કરવાની સરકારની યોજનાનું અનાવરણ પણ કરશે.
પુડુચેરી, (અગાઉ પોંડિચેરી), એ ભારતીય પ્રજાસત્તાકનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. અગાઉ પુડુચેરી એક ફ્રેન્ચ વસાહત હતી, જેમાં 4 અલગ-અલગ જિલ્લાઓ હતા. પુડુચેરીનું નામ પોંડિચેરી, તેના સૌથી મોટા જિલ્લા પુડુચેરીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2006માં, પોંડિચેરીનું નામ અધિકૃત રીતે બદલીને પુડુચેરી કરવામાં આવ્યું હતું, જેનો અર્થ સ્થાનિક તમિલમાં નવું ગામ થાય છે. ભારતનો આ પ્રદેશ લગભગ 300 વર્ષ સુધી ફ્રેન્ચ શાસન હેઠળ હતો અને ફ્રેન્ચ સ્થાપત્ય અને સંસ્કૃતિ આજે પણ જોઈ શકાય છે. પ્રાચીન સમયમાં તે ફ્રાન્સ સાથેના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. આજે ઘણા પ્રવાસીઓ અહીં તેના સુંદર બીચ અને પ્રાચીન સંસ્કૃતિની ઝલક મેળવવા આવે છે. આ સ્થળ માત્ર પર્યટનની દૃષ્ટિએ જ નહીં પણ આધ્યાત્મિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણથી અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે.
સત્તાવાર ભાષાઓ
તમિલ, તેલુગુ, મલયાલમ અને ફ્રેન્ચ અહીંની સત્તાવાર ભાષાઓ છે. દરેક જિલ્લા તેમજ દરેક ભાષામાં પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. અંગ્રેજીનો ઉપયોગ સામાન્ય રીતે વિવિધ જિલ્લાઓ વચ્ચેના સંચાર માટે થાય છે.
તમિલ: આ ભાષાનો ઉપયોગ પુડુચેરી અને કરાઈકલના તમિલ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં થાય છે. તે તમિલનાડુ રાજ્યની અધિકૃત ભાષા તેમજ શ્રીલંકા અને સિંગાપોરમાં સહ-સત્તાવાર ભાષા છે. આ ભાષા મલેશિયા અને મોરેશિયસમાં પણ બોલાય છે.
તેલુગુ: પુડુચેરીની બીજી સત્તાવાર ભાષા છે, મોટે ભાગે યાનમમાં વપરાય છે. તેથી વધુ યોગ્ય રીતે તે પુડુચેરીમાં પ્રાદેશિક સત્તાવાર ભાષા છે, જ્યારે તે યાનમ જિલ્લાની સત્તાવાર ભાષા છે. તે આંધ્ર પ્રદેશ રાજ્યની સત્તાવાર ભાષા પણ છે અને આ પુડુચેરી અને તે કરાઈકલમાં પણ વ્યાપકપણે બોલાય છે.
મલયાલમ: પુડુચેરીની બીજી સત્તાવાર ભાષા, પરંતુ માહે (મલયાલમ જિલ્લો)માં તેનો વધુ ઉપયોગ થાય છે. તેથી વધુ યોગ્ય રીતે તે પુડુચેરીમાં પ્રાદેશિક સત્તાવાર ભાષા છે, જ્યારે માહે જિલ્લાની સત્તાવાર ભાષા છે. તે કેરળ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં પણ સત્તાવાર ભાષા છે.
ફ્રેન્ચ: પુડુચેરીની બીજી સત્તાવાર ભાષા છે. તે ફ્રેન્ચ ભારત (1673-1954)ની સત્તાવાર ભાષા પણ હતી અને 28 મે 1958ના રોજ ભારત અને ફ્રાન્સ વચ્ચેની શરણાગતિની સંધિ દ્વારા તેનો સત્તાવાર દરજ્જો સુરક્ષિત રહ્યો હતો.
મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
પુડુચેરીમાં ભારતીય અને ફ્રેન્ચ સંસ્કૃતિ એક સાથે જોવા મળે છે. અહીંના સ્મારકો આપણને ઈતિહાસનો પરિચય કરાવે છે, જ્યારે મંદિરો મનને શ્રદ્ધાથી ભરી દે છે.
આધ્યાત્મિકતાની ભૂમિ
જીવનની દોળભાગથી કંટાળીને શાંતિ અને આધ્યાત્મિકતા શોધતા લોકો માટે પુડુચેરીએ યોગ્ય સ્થળ છે. પુડુચેરી પ્રાચીન સમયથી વૈદિક સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે. તે મહાન ઋષિ અગસ્ત્યની ભૂમિ છે. પુડુચેરીની આધ્યાત્મિક શક્તિ 12મી સદીમાં વધુ વધી, જ્યારે અહીં અરવિદો આશ્રમની સ્થાપના કરવામાં આવી. દર વર્ષે સેંકડો લોકો અહીં શાંતિની શોધમાં આવે છે.
પેરેડાઈજ બીચ
આ બીચ શહેરથી 8 કિમી દૂર કુડ્ડલોર મેઈન રોડ પાસે સ્થિત છે. આ બીચની એક તરફ નાની ખાડી છે. ત્યા માત્ર બોટ દ્વારા જ પહોંચી શકાય છે. બોટ પર જતી વખતે, પાણીમાં ડોલ્ફિનના સ્ટંટ જોવાનો આનંદદાયક અનુભવ છે. અહીંનું વાતાવરણ જોઈને તેના નામનું મહત્વ સમજાય છે. તે ખરેખર સ્વર્ગ જેવું છે.
ઓરોવિલે બીચ
નામ સૂચવે છે તેમ, આ બીચ ઓરોવિલની નજીક સ્થિત છે. પુડુચેરીથી 12 કિમી દૂર આવેલા આ બીચનું પાણી બહુ ઊંડું નથી. આથી તે વોટર સ્વિમિંગના શોખીનો માટે યોગ્ય સ્થળ છે. લોકો અહીં વીકએન્ડમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે દરમિયાન અહીં ઘણી ભીડ હોય છે. બાકીના દિવસોમાં અહીં બહુ ભીડ હોતી નથી.
પાર્ક સ્મારક
આયી મંડપમ, પુડુચેરીના મધ્યમાં આવેલું આ સરકારી પાર્ક અહીંના સૌથી સુંદર જાહેર સ્થળોમાંનું એક છે. અહીંનું મુખ્ય આકર્ષણ ઉદ્યાનની મધ્યમાં આવેલ આય મંડપમ છે. આ સફેદ ઈમારત નેપોલિયન IIIના શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. તે ગ્રીકો-રોમન આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે. આ જગ્યાનું નામ એક મહિલાના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે મહેલમાં કામ કરતી હતી. તે મહિલાએ તેના ઘરની જગ્યાએ પાણીની ટાંકી બનાવી હતી. એકવાર નેપોલિયને અહીંનું પાણી પીને પોતાની તરસ છીપાવી હતી અને તે તેનાથી ખુશ થઈ ગયો હતો અને તેણે આ સ્મારકનું નામ આયી મંડપમ રાખ્યું હતું.
અરિકમેડુ
આ ઐતિહાસિક સ્થળ પુડુચેરીથી 4 કિમી દક્ષિણમાં આવેલું છે. તે રોમન વસાહતો સાથે સ્થાનિક લોકોના વેપારનું પ્રતીક છે. આ વેપાર પૂર્વે બીજી સદીમાં થતો હતો. અહીં સ્થાનિક વેપારીઓ વાઇનની આયાત કરતા હતા અને તેના બદલામાં કાપડ, કિંમતી પથ્થરો અને ઝવેરાતની નિકાસ કરતા હતા. હજુ અહીં 18મી સદીમાં બનેલા ફ્રેન્ચ જેસ્યુટ મિશન હાઉસના ખંડેર જોઈ શકાય છે. આ ઘર 1783માં બંધ થઈ ગયું હતું.
આનંદ રંગા પિલ્લાઇ પેલેસ
આનંદ રંગા પિલ્લઈ પુડુચેરીના ગવર્નર હતા, જ્યારે ત્યા ફ્રેન્ચ શાસન હેઠળ હતું. તેમના દ્વારા લખાયેલી ડાયરીઓ 18મી સદીમાં ફ્રાન્સ અને ભારત વચ્ચેના સંબંધો વિશે માહિતી આપે છે. આ મહેલ દક્ષિણ બાજુની કેટલીક હયાત પ્રાચીન ઇમારતોમાંનો એક છે. તે 1738 માં બનાવવામાં આવ્યું હતું. તેનું સ્થાપત્ય ભારતીય અને ફ્રેન્ચ શૈલીનું અનોખું મિશ્રણ છે.
ડુપ્લેક્સની મુર્તી
ફ્રાન્કોઇસ ડુપ્લીક્સ પુડુચેરીના ગવર્નર હતા જેમણે 1754 સુધી આ પદ સંભાળ્યું હતું. 1870 માં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યને ધ્યાનમાં રાખીને, તેમને શ્રદ્ધાંજલિ આપવાના હેતુ માટે બે પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. એક ફ્રાન્સમાં છે અને બીજી પુડુચેરીમાં છે. 2.88મી ઊંચી ગ્રેનાઈટથી બનેલી આ પ્રતિમા ગૌવર્ટ એવન્યુ પર સ્થિત છે.
વિલન્નુર
શ્રી ગોકિલામ્બલ તિરુકામેશ્વર મંદિર પુડુચેરીથી 10 કિમી દૂર છે. દસ દિવસીય બ્રહ્મોત્સવમ દરમિયાન અહીં હજારો ભક્તો આવે છે. આ બ્રહ્મોત્સવ મે-જૂન વચ્ચે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં મંદિરની 15 મીટર રથને ઊંચો ખેંચવામાં આવે છે. હજારો ભક્તો દ્વારા રથને ખેંચવામાં આવે છે તે દૃશ્ય આશ્ચર્યજનક છે. આ યાત્રામાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ભાગ લે છે. સર્વધર્મ સમાનતાના પ્રતીક સમાન આ યાત્રા ફ્રેન્ચ શાસન દરમિયાન પણ નીકળતી હતી. તે સમયે ગવર્નર ફ્રેન્ચ પોતે આ રથ ખેંચતા હતા. આ સિવાય 10 હેક્ટરમાં ફેલાયેલું ઓસ્ટેરી તળાવ છે, જ્યાં દુર્લભ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે.