બિહારમાં પોસ્ટર વોર, ઉધઈ હટાવો અને નીતિશ કુમારને પીએમ બનાવો, ભાજપે કહ્યું- બિહાર સંભાળી શકતા નથી, દેશ કેવી રીતે સંભાળશે

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti

Updated on: Oct 25, 2022 | 6:34 PM

ભાજપે JDUના પોસ્ટર વોર પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે નીતિશ કુમાર પહેલા બિહારનું ધ્યાન રાખે, બિહારની શું હાલત છે.

બિહારમાં પોસ્ટર વોર, ઉધઈ હટાવો અને નીતિશ કુમારને પીએમ બનાવો, ભાજપે કહ્યું- બિહાર સંભાળી શકતા નથી, દેશ કેવી રીતે સંભાળશે
JDU Poster

બિહારમાં (Bihar) જેડીયુએ પોસ્ટર બહાર પાડ્યું છે અને તેને ભાજપ-આરએસએસનું પૂર્ણ સ્વરૂપ ગણાવ્યું છે. પોસ્ટરમાં JDU એ કહ્યુ BJP-RSSનો અર્થ છે, ‘बेच कर जाएंगे पूरी राष्ट्रीय सरकारी संपत्ति’. મંગળવારે રાજધાની પટનાના વિવિધ ચોક ચોક પર JDU તરફથી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટર દ્વારા આરએસએસ અને બીજેપી પર નિશાન સાધવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે B એટલે बेच कर J એટલે जाएंगे, P એટલે पूरी, R એટલે राष्ट्रीय, S એટલે सरकारी, S એટલે संपत्ति. તેનો અર્થ એ છે કે BJP+RSSનું પૂરૂ નામ છે, ‘बेच कर जाएंगे पूरी राष्ट्रीय सरकारी संपत्ति’. આ સાથે પોસ્ટરમાં લખ્યું છે કે, લોકો મુશ્કેલીમાં છે, ઉધઈ ખુશ છે, ઉધઈ હટાવો, નીતિશ કુમારને વડાપ્રધાન બનાવો.

બિહાર સંભાળી શકતા નથી, દેશ કેવી રીતે સંભાળશે: BJP

ભાજપે JDUના પોસ્ટર વોર પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે નીતિશ કુમાર પહેલા બિહારનું ધ્યાન રાખે, બિહારની શું હાલત છે જ્યાં ડીજીપી નકલી ફોન કોલથી ડરી રહ્યા છે. આ પછી સીએમ તેમને બચાવે છે. મુખ્ય સચિવના ખાતામાંથી સાયબર ફ્રોડ થાય છે. તેઓ શું દેશ ચલાવશે, પહેલા બિહારને સંભાળે.

જેડીયુએ કહ્યું સત્તાવાર પોસ્ટર નથી

અહીં JDUએ પોસ્ટરને ઘેરાયેલા જોઈને તેને સત્તાવાર પોસ્ટર તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. જેડીયુના પ્રવક્તા અભિષેક ઝાએ કહ્યું કે, કોઈએ પોસ્ટર લગાવ્યું છે, તે પોસ્ટર પાર્ટીનું સત્તાવાર પોસ્ટર નથી. અમારા નેતા મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી, તેઓ માત્ર વિરોધ પક્ષોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પરંતુ એ વાત સાચી છે કે આરએસએસ અને ભાજપ દેશને પોકળ બનાવવામાં લાગેલા છે. આ ઉપરાંત આરજેડીના પ્રવક્તા અખ્તારુલ ઈમામે કહ્યું છે કે, એ વાત જાણીતી છે કે આરએસએસ અને બીજેપી દેશના ભાગલા પાડવા માટે વ્યસ્ત છે. પરંતુ પોસ્ટરમાં મુખ્યમંત્રીને વડાપ્રધાનના દાવેદાર તરીકે દર્શાવવામાં આવ્યા છે, તેથી હું અંગત રીતે માનું છું કે જો મુખ્યમંત્રી નીતિશ કુમાર વડાપ્રધાનના દાવેદાર હશે તો તેઓ બિહારના હિત માટે કામ કરશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati